મોરબી સહિત પાંચ જિલ્લામાંથી તડીપાર થયેલા શખ્સને ઝડપી પાડતી મોરબી એસઓજી

- text


મોરબી સહિત પાંચ જિલ્લામાંથી તડીપાર થયેલા શખ્સને ઝડપી પાડતી મોરબી એસઓજી

મોરબી : વારંવાર કાયદાના સંઘર્ષમાં આવતા ઇસમોને જે તે શહેર કે જિલ્લામાંથી અમુક મહિનાઓ કે વર્ષો માટે તડીપાર કરવામાં આવે છે. ત્યારે આવા તડીપાર ઈસમો કાયદા કાનૂનનો ભય રાખ્યા વગર તડીપારીની સમય મર્યાદા પુરી થતા પહેલા જે તે વિસ્તારમાં આવી ચડતા હોય છે. મોરબી સહિત પાંચ જિલ્લાનો આવો જ એક તડીપાર શખ્સ મોરબીમાં પ્રવેશ્યો હોવાની બાતમીના આધારે મોરબી એસઓજીએ ઝડપી પાડ્યો છે.

- text

મોરબી એસઓજીના પો.કોન્સ.ભરતભાઇ જીલરીયા તથા ધર્મેન્દ્રભાઈ વાઘડીયાને ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન માહિતી મળી હતી કે જિલ્લામાંથી તડીપાર થયેલો એક ઈસમ શોભેશ્વર રોડ, પાણીના ટાંકા પાસે જોવા મળેલ છે. બાતમીની ખરાઈ કરતા ઉપરોક્ત સ્થળેથી, મોરબી જિલ્લા સહિત રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર તેમજ કચ્છ-ભુજ સહિત કુલ છ જિલ્લાનો એક વરસની સમય મર્યાદાનો તડીપારી શખ્સ શાંતિલાલ નાથુભાઈ કડેવાર ઉં.વ.56, ધંધો મજૂરી, રહે. હાલ શોભેશ્વર રોડ, ગોકુલ નગર, લાયન્સ નગરની બાજુમાં, પાણીના સંપ પાછળ, મોરબી વાળો મળી આવતા હદપારીની સજાના ભંગ બદલ ધરપકડ કરી મોરબી સિટી. બી.ડીવી.માં સોંપી ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. આ ઇસમને પકડવાની કામગીરીમાં હેડ.કોન્સ. કિશોરભાઈ મકવાણા, ઈશ્વરભાઈ કલોતરા, પો.કોન્સ. ભરતભાઇ જીલરીયા, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા તથા ભરતસિંહ ડાભી રોકાયા હતા.

- text