ગામનું ગૌરવ કાર્યક્રમમાં મોરબી અપડેટના પત્રકાર જયેશ બોખાણીનું સન્માન થયું

મોરબી : નારણકા ગામે આયોજિત “ગામનું ગૌરવ” કાર્યક્રમમાં મોરબી અપડેટના યુવા અને તરવરિયા પત્રકાર જયેશ બોખાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. ખૂબ જ નાની વયમાં સમાજસેવા કરવા માટે હંમેશા તલપાપડ એવા એવા જયેશ બોખાણી મોરબી અપડેટ સાથે જોડાયા બાદ સતત તેમના વિસ્તારના નાના-મોટા દરેક પ્રશ્નોને વાચા આપવા માટે તત્પર રહે છે. મીડિયાના માધ્યમથી તેમના વિસ્તારની અનેકોનેક સમસ્યાઓનું નિરાકરણ આવ્યું છે. નિર્ભય તેમજ તટસ્થ પત્રકારત્વ કરવા માટે નારણકા ગામ દ્વારા આયોજિત “ગામના ગૌરવ” કાર્યક્રમમાં જયેશ બોખાણીનું શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે જયેશ બોખાણીએ મોરબી અપડેટનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એમના વિસ્તારની કોઈપણ સમસ્યાઓને વાચા આપવા માટે મોરબી અપડેટ દ્વારા તેને જે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે અને તેમની કાર્યપદ્ધતિ તેમજ કર્તવ્યનિષ્ઠાને હંમેશા બિરદાવવામાં આવી છે એ બદલ હું મોરબી અપડેટનો આભાર માનું છું.