મોરબીમાં જુગાર રમતા ૭ પકડાયા : રૂ. ૯૫ હજારની રોકડ જપ્ત

- text


 

મોરબી : મોરબીના રવાપર લીલાપર રોડ ઉપર ચાલતા જુગારધામ ઉપર એ ડિવિઝન પોલીસે દરોડો પાડીને જુગાર રમતા ૭ શખ્સોને પકડી પાડ્યા હતા. આ સાથે પોલીસે રૂ. ૯૫ હજારની રોકડ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લીલાપર રવાપર રોડ ઉપર ગજાનંદ પાર્ક સોસાયટીમાં બ્લોક નં. ૩૦૧મા ચાલતા જુગારધામ ઉપર એ ડિવિઝન પોલીસની ટીમે દરોડો પાડીને હસમુખભાઈ શામજીભાઈ અઘારા ઉ.વ. ૪૨, જયંતિલાલ વાઘજીભાઈ વરસડા ઉ.વ. ૫૫, શંકરભાઈ દેવશીભાઈ જશાપરા ઉ.વ. ૬૧, નરેન્દ્રભાઈ કરશનભાઈ કુલતરીયા ઉ.વ. ૪૬, નરભેરામભાઈ પરષોત્તમભાઈ અઘારા ઉ.વ. ૫૬, મુકુંદભાઈ કાંતિભાઈ માકડીયા ઉ.વ. ૪૪ અને ચંદુભાઈ અમરશીભાઈ પડસુંબીયા ઉ.વ. ૫૨ને પકડી પાડી રૂ. ૯૫,૨૦૦ની રોકડ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text