માળિયાની આંગણવાડીમાં મહિલાઓમાં પાંડુરોગ અંગે તાલિમ યોજાઈ

મોરબી : માળીયા મિયાણાની આંગણવાડીમાં આઇ. સી.ડી.એસ.વિભાગ દ્વારા તાજેતરમાં મહિલાઓમાં પાંડુરોગ અટકાવવા અંગે તાલિમનું અયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો અને બહેનોના હોમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

આઈસીડીએસ શાખા માળિયા દ્વારા ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચની ૧ થી ૨૧ મોડ્યુલની તાલીમ રાજ્યકક્ષાથી લઇ આંગણવાડી કેન્દ્ર સુધી આપવામાં આવી હતી. આઈસીડીએસની વિવિધ સેવાઓનું યોગ્ય પધ્ધતિસર રીતે અમલીકરણ થાય તેવા હેતુથી માળીયા ધટકમાં સેજા કક્ષાની મોડ્યુલ 7 મહિલાઓમાં એનીમિયા (પાંડુરોગ) ને અટકાવવા અંગે તાલીમનું આયોજન કર્યું હતું. તથા મોડ્યુલ અનુસંધાને એનીમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ તાલીમાર્થીઓનું હિમોબ્લોબીન ટેસ્ટ કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં સી.ડી.પી.ઓ તથા મેડિકલ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા .તથા બી.આર.જી સભ્ય દ્વારા મોડ્યુલ અંતર્ગત તાલીમાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.