મોરબી જિલ્લામાથી હદપારના હુકમનો ભંગ કરનાર શખ્સની ધરપકડ

- text


મોરબી : મોરબી જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરવામાં આવેલો શખ્સ મોરબીમાથી જ મળી આવતા એસઓજીની ટીમે તેની હદપારના હુકમનો ભંગ કરવા બદલ અટકાયત કરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ દેવીસિંહ ઉર્ફે લાલભા પંચાણજી ઝાલા ઉ.વ. ૩૫ નામના શખ્સને મોરબી, રાજકોટ શહેર- ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ-ભુજ જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરવામાં આવ્યો હતો. આ હદપારના હુકમનો ભંગ કરીને તે મોરબીમાં જ મળી આવતા તેની એસઓજીની ટીમે ધરપકડ કરી તેને તાલુકા પોલીસ મથકને સોંપ્યો છે.

- text