ટંકારામા સરદાર લેઉવા પાટીદાર એજ્યુ. ગ્રુપ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

- text


ટંકારા : ધોરણ 10 અને 12 પછી આગળ કયો અને કેવો અભ્યાસક્રમ જોઈન કરવો તેમજ ક્યાં અભ્યાસક્રમનું ભવિષ્ય અને એમાં રહેલી તકો વિશે જાણકારી આપવાનો એક માર્ગદર્શક સેમિનાર તાજેતરમાં ટંકારાના હરબટીયાળી મુકામે યોજાઈ ગયો.

- text

ધોરણ 10 અને 12 પાસ કર્યા બાદ ઘણા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ આગળના અભ્યાસક્રમ તેમજ ફેકલ્ટી વિશે અસમંજસમાં હોય છે. ત્યારે આવા વિદ્યાર્થીઓને એ વિશે માહિતગાર કરાવવા માટે દર્શન એન્જિનિયરિંગ કોલેજના અનુભવી હાર્દિક દોશી અને તેમના સ્ટાફ તથા રસિકભાઈ ભાગીયાસાહેબ, કલ્પેશભાઈ દેવડા, નરેન્દ્ર ભાઈ સંઘાત, કેપી ભાગીયાએ વિદ્યાર્થીઓ અને વાલીગણને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે પરેશભાઈ નમેરા સહિત હરબટીયાળીથી જયસુખ ભાઈ સંઘાણી પરેશભાઈ ઉજરીયા, હિતેશભાઈ ડાકા, સંજયભાઈ ભાગીયા, હેમંતભાઈ ભાગીયા, તેમજ હરેશભાઈ ભાગીયા તેમજ હરબટીયાળી મહાકાલ ગ્રુપના બાળકો તેમજ હરબટીયાળીના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- text