હરબટીયાળીમાં સમુહલગ્નમાં ખોવાયેલી સોનાની લકી મૂળ માલિકને પરત કરી

- text


મૂળ હરબટીયાળી ગામના રહેવાસી રાજેશભાઈ સંઘાણીને કિંમતી સોનાની વસ્તુ મૂળ માલિકને પરત સોંપી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

ટંકારા : આજના ગળાકાપ હરિફાઈના યુગમાં પણ પ્રમાણિકતા મરી પરવારી નથી તેનું ઉમદા ઉદાહરણ ટંકારાના હરબટીયાળી ગામે જોવા મળ્યું હતું.જેમાં તાજેતરમાં લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમુહલગ્નમાં એક સદગૃહસ્થની સોનાની લકી ખોવાઈ ગઈ હતી.ત્યારે ગામના મૂળ રહેવાસી રાજેશભાઇ સંઘણીને મળી આવ્યા બાદ તેમણે આ સોનાની લકી મૂળ માલિકને પરત કરીને પ્રમાણિકતા હજુ પણ અખંડ હોવાનું પુરવાર કર્યું હતું.

- text

સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા આયોજિત એક માંડવે અખાત્રીજના દિવસે હરબટીયાળી મુકામે યોજાયા હતા. આ સમૂહ લગ્નમાં એક જ્ઞાતિજનની સોનાની લકી ખોવાઇ ગઈ હતી. જે તા. 17ના રોજ મૂળ હરબટીયાળી ગામના રહેવાસી રાજેશભાઈ રામજીભાઈ સંઘાણીને ચાલવા નીકળ્યા ત્યારે મળી હતી. તેઓએ આ બાબતે તુરંત સમૂહ લગ્ન સમિતિને જાણ કરતા આ સોનાની લકીના મૂળ માલિક પ્રભુનગરના રહેવાશી વસંતભાઈ ઠાકરશીભાઈ સંઘાણી હોવાનું માલુમ પડ્યું હતું.તેથી રાજેશભાઈએ ખરાઇ કરી સમૂહ લગ્ન સમિતિના પ્રભુનગરના સભ્ય હસુભાઈ ગજેરા તેમજ નરભેરામ ભાઈ ભાગીયાને સાથે રાખી મૂળમાલિકને પરત કરી હતી. રાજેશભાઈ મેઘજીભાઈ સંઘાણીની પ્રમાણિકતાની સરહના થઈ હતી.તેમજ તેઓ દ્વારા આ સમૂહલગ્નમાં ૫૧૦૦૦/-રોકડ રકમ આપી એક દીકરી દત્તક પણ લીધી હતી.તેઓ હાલ વ્યવસાય અર્થે મુંબઈમાં વસવાટ કરી રહ્યા છે.

- text