મોરબીમાં ખેડૂતોને સીધો નફો મળે અને લોકોને શુદ્ધ કેરી મળે તે માટે અલાયદી વ્યવસ્થા કરાઈ

- text


તાલાલાના અંકોલવાડી ખેડૂતોની મંડળી દ્વારા મોરબીમાં પ્રથમ વખત ખેડૂત વેચાણ કેન્દ્ર શરૂ કરાયું : ખેડૂત દ્વારા કાર્બન ફ્રી કેસર કેરીનું વેચાણ

મોરબી : હાલના ઉનાળાની કાળઝાળ ગરમીમાં કેરીની સિઝન ચાલી રહી છે.ત્યારે નફાખોર લાલચુ વેપારીઓને કારણે કાર્બનથી પકવેલી કેરીઓ મોટા પ્રમાણમાં મળતી હોવાની વારંવાર બુમરાણ ઉઠે છે.કાર્બનથી પકવેલી કેરીઓ લોકોના આરોગ્ય માટે અતિ જોખમી હોય છે.ત્યારે લોકોને એકદમ શુદ્ધ અને કુદરતી રીતે પકવેલી કેરી મળે અને ખેડૂતોને પણ સીધો ફાયદો થાય એવા હેતુસર મોરબીમાં પ્રથમ વખત તાલાલાની અંકોલવાડીના ખેડૂતોની મંડળી દ્વારા કેસર કેરીનું ખેડૂત વેચાણ કેન્દ્ર શરૂ કરાયું છે.આ 20 ખેડૂતો વતી એક ખેડૂત મોરબીમાં કાર્બન ફ્રી કેરી વેચવા આવ્યા છે. જેને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે .

મોરબીના શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ પાસે માર્કેટીંગ યાર્ડથી આગળ શ્રીજી હોલની બાજુના ખુલ્લા પ્લોટમાં તાલાલાના અંકોલવાડીની કેસર અમૃત બાગાયતી જૂથ 20 ખેડુતોની મંડળી દ્વારા શુદ્ધ કેસર કેરીના વેચાણ માટે ખેડૂત વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.જેમાં આ 20 ખેડત વતી વેલજીભાઈ છત્રોલા કાર્બન ફ્રી કેસર કેરીનું વેચાણ કરવા આવ્યા છે.તેમણે જણાવ્યું હતું કે,તાલાલા અકોલવાદીના 20 ખેડૂતોની મંડળી જાતે જ ઉત્પાદિત થયેલા કેરીનું વેચાણ કરીને સીધો નફો મેળવે છે.માર્કેટ યાર્ડમાં વેચવા જાય તો યોગ્ય રીતે નફો મળતો નથી.તેથી 20 ખેડૂતોએ આ મંડળી શરૂ કરીને સીધું જ બજારમાં કેરીનું વેચાણ કરીને નફો મેળવે છે એ ખેડૂતોનો વધુ નફો મેળવી લેવાનો કોઈ હેતુ નથી.લોકોને એકદમ કુદરતી રીતે પકવેલી કાર્બન ફ્રી કેરી મળે અને પાકના ઉત્પાદન માટે કરેલી મહેનતનું યોગ્ય વળતર મળે તે માટે બજાર ભાવ પ્રમાણે જ કેરીનું વેચાણ થાય છે.જેમાં વીસ ખેડૂતો તેમને કેરીનો માલ મોકલાવે છે અને તેનું વેચાણ કરી આપે છે.જેમાં જે નફો થાય તે ખેડૂત મંડળીને જ આપી દેવાનો હોય છે.એથી ખેડૂતોને સીધો લાભ મળે છે.આ ખેડૂતો વતી વહીવટ કરવા માટે કોઈ જોઈએ એટલે તેઓ ખેડુતો વતી મોરબીમાં કેરી વેચવા આવ્યા છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે,આ કેસર કેરી એકદમ કુદરતી રીતે પકવેલી છે.અને કાર્બન ફ્રી છે.એટલે જન આરોગ્ય એકદમ હેલ્ધી રહે છે.તેઓ ગતતા 2થઈ મોરબીમાં કેરી વેચવા આ સ્થળે આવ્યા છે.10 કિલો કેસર કેરીના બોક્સનો ભાવ રૂ.700ની આસપાસ છે.આ ઓગેનિક કેરી લેવા માટે લોકોનો પણ સારો એવો ઘસારો રહે છે.પહેલા 50થી 60 કેરીના બોક્સનું વેચાણ થતું હતું હવે 100 બોક્સની આસપાસ વેચાણ થઈ રહ્યું છે.ઓર્ગેનિક કેરીના વેચાણમાં લોકોનો મળી રહેલા પ્રતિસાદથી ખુશી વ્યક્ત કરી હતી. આ ઓર્ગેનિક કેરી મેળવવા માટે વાલજીભાઇ -99138 59694 પર સંપર્ક કરવો

- text

- text