મોરબીમાં યુવાનને માર મારી ધમકી આપ્યાની ફરિયાદ

મોરબી : મોરબીમાં યુવાનને માર મારીને એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે મોરબીના બાયપાસ રોડ પર આવેલા કામધેનુ પાર્ટી પ્લોટ પાસેના કશ્યપ પેલેસમાં રહેતા ભાવિક જગદીશભાઈ દેલવાડિયા ઉ.વ.23 નામના યુવાને બાઈક ચાલક રાહુલ નામનો શખ્સ રહે નાની બરાર સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તા.16ના રોજ તે મોરબીના બાયપાસ રોડ આર.ટી.ઓ.કચેરી ની સામે હતો.ત્યારે આરોપી સાથે કોઈ બાબતે બબાલ થતા ઉશ્કેરાયેલા આરોપીએ તેમને ગાળો આપી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બાબતે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.