મોરબી તાલુકામાં આંગણવાડી બહેનોએ પાંડુરોગ અટકાયતીની તાલિમ મેળવી

- text


મોરબી : મોરબી તાલુકામાં આંગણવાડી કેન્દ્રો ખાતે પાંડુરોગ અટકાયતીની તાલિમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનોએ ઉપસ્થિત રહીને આ તાલીમ મેળવી હતી.

- text

આઈ.સી.ડી.એસ. શાખા મોરબી તાલુકા દ્વારા વિવિધ સેવાઓનું યોગ્ય પદ્ધતિસર રીતે અમલીકરણ થાય તે અર્થે આંગણવાડી કેન્દ્રોમા એનેમીયા એટલે કે પાંડુરોગની અટકાયતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે અધિકારીઓએ પાંડુરોગ અટકાયતી વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.

- text