૩ વખત રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર માળિયાના તરઘરી ગામના માજી સૈનિકનું ભવ્ય સન્માન

- text


હોનેનરી કેપ્ટન અને હોનેનરી લેફ્ટનન્ટની પદવી મેળવનાર નિવૃત આર્મીમેનના સન્માન કાર્યક્રમમા સમસ્ત ગામ જોડાયુ

માળિયા : માળિયાના તરઘરી ગામના વતની નિવૃત આર્મીમેને ત્રણ વખત રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યા છે. ઉપરાંત હોનેનરી કેપ્ટન અને હોનેનરી લેફ્ટનન્ટની પદવી મેળવીને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જે બદલ ગામના લોકો દ્વારા માજી સૈનિકનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માનના કાર્યક્રમમા સમસ્ત ગામ જોડાયુ હતું.

માળિયા તાલુકાના તરઘરી ગામના વતની મધુસુદનભાઈ કુલતરિયા છેલ્લા ૩૦ વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા. ગત તા. ૩૧ માર્ચના રોજ તેઓ રિટાયર્ડ થયા હતા. તેઓની ૩૦ વર્ષની સેવા દરમિયાન તેઓએ ત્રણ વખત રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યા છે. ઉપરાંત હોનેનરી કેપ્ટન અને હોનેનરી લેફ્ટનન્ટની પદવી પણ મેળવી છે. તેઓએ આ દેશ સેવા થકી પોતાના વતનના અનેક યુવાનોને પ્રેરણા પણ પુરી પાડી છે.

નિવૃત આર્મીમેન મધુસુદનભાઈ કુલતરિયાએ પોતાની દેશ સેવાથી સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ત્યારે તરઘરી ગામ દ્વારા તેઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ ફૂલ હાર તેમજ મોમેન્ટો અર્પણ કરીને ભારત માતાકી જયના ગગનભેદી નારા લગાવ્યા હતા. આ તકે નિવૃત આર્મીમેન મધુસુદનભાઈ કુલતરિયા પોતાની નોકરીની વર્ણન કરતા ભાવુક થઈ ગયા હતા. તેઓએ કહ્યું કે ધો. ૧૦ પાસ કરીને ૧૯૮૯મા તેઓ આર્મીમાં જોડાયા હતા. તેઓના મિત્ર ગોવિંદભાઈની પ્રેરણાથી તેઓ આર્મીમાં જોડાયા હતા. તેમના માતા- પિતા અને ભાઈએ પણ દેશ સેવા કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

- text

ઉલ્લેખનીય છે કે મધુસુદનભાઈ કુલતરિયાએ આર્મીમાં ૧૯૮૯ થી ૨૦૧૯ સુધી સેવા આપી છે. તેઓએ સિપાહીથી લઈને સુબેદાર સુધીનો હોદ્દો મેળવ્યો હતો. ૩૦ વર્ષ દરમિયાન તેઓએ પરિવારના વિચાર પહેલા હમેશા દેશનો જ વિચાર કર્યો હતો. તેમ રાજેશભાઈ સનારિયાની યાદીમા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text