મોરબીમા શર્ટ પહેર્યા વગર આંટા મારવા બાબતે પાડોશીઓ વચ્ચે મારામારી

- text


ધોકા અને લોખંડના પાઇપ ફટકારાયા, વૃદ્ધાના દાત પડી ગયા : બન્નેએ સામસામી ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર ઘર પાસે શર્ટ પહેર્યા વગર આંટા મારવા બાબતે યુવક અને એક પરિવાર વચ્ચે મારામારી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બન્ને પક્ષોએ એક બીજા ઉપર ધોકા અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા દિલીપભાઈ કેશવજીભાઈ વડાવીયાએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓના પાડોશમાં રહેતા યોગેશ નરભેરામ મિયાત્રા અવારનવાર તેના ઘર પાસે તેમજ શેરીમાં શર્ટ પહેર્યા વગર આંટા મારતા હોય જે અંગે તેઓને સમજાવવા જતા તેઓએ ઉશ્કેરાઇ જઇને તેઓના પરિવાર ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામા તેમના માતાના દાંત પણ પડી ગયા હતા.

વળતી ફરિયાદમાં યોગેશભાઈ નરભેરામ મિયાત્રાએ જણાવ્યું હતું કે તેઓના પાડોશમાં રહેતા દિલીપ કેશવજી વડાવીયા અને તેના પિતા કેશવજી વડાવીયા અને તેના માતા હંસાબેન વડાવીયાએ મળીને શર્ટ પહેરવા બાબતે ધોકા અને લોખંડના પાઇપ વડે હુમલો કરીને ઇજાઓ પહોંચાડી હતી.

- text

હાલ એ ડિવિઝન પોલીસે આ બન્ને પક્ષોની ફરિયાદ નોંધીને બન્ને પક્ષના કુલ ૪ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text