મોરબી : હડમતિયામાં નિશાચરોના આટાફેરાથી ગ્રામજનોએ કર્યું જાગરણ

- text


ઉનાળાને લીધે રાત્રે ઘરના લોકો અગાસીએ સુતા હોવાથી ચોરોને મળે છે મોકળું મેદાન

મોરબી : ટંકારાના હડમતિયામાં ગત રાત્રે તારીખ 16ના રોજ મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે એક નળિયાવાળા મકાન પર તે જ મકાનના માલિક કોઈ અજાણ્યા શખ્સને જોઈ લેતા આડોશી પાડોશીને તથા પરિવારજનોને જાણ કરી હતી, જો કે અંધારાનો લાભ લઈને નિશાચરો પલાયન થઇ ગયા હતા.

ટંકારા પંથકમાં થોડા દિવસો પહેલા જ દીપડાના ભયથી લોકોએ ઘરમાં સુવાનું શરુ કરી દીધું હતું, પરંતુ છેવટે ગરમીથી ત્રસ્ત લોકોએ અગાસી પર સુવાનું શરુ કરતા ચોરોને મોકળું મેદાન મળી ગયુ છે. ગઈકાલ મોડી રાત્રે 1.30 વાગ્યે હડમતીયા મકાનમાલિકે પોતાના ઘરમાં અજાણ્યા શખ્સને જોઈ જતા પરિવારજનો તથા આડોશી પાડોશીને જાણ કરી હતી. ગ્રામજનોએ આખી રાત વાડી વિસ્તારમાં ટોર્ચ લઈને નિશાચરોને શોધ્યા પરંતુ તેઓ હાથ લાગ્યા નહતા. આ બાબતે લોકોનું કહેવું છે, કે જો રાત્રે પોલીસ પેટ્રોલિંગમાં નીકળે, તો આવા ઘરફોડીના બનાવોમાં મહદંશે ઘટાડો થઇ શકે. આવા બનાવો અટકાવવા માટે શકમંદોની પૂછપરછ કરીને પોલીસ ગ્રામજનોને મદદરૂપ થઇ શકે એમ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text