મોરબી : રોટરી ક્લબ દ્વારા પરમાણુ સહેલી ડો. નીલમબેન ગોયલનો સેમિનાર સંપન્ન

- text


મોરબી : રોટરી ક્લબ, મોરબી દ્વારા ગઈકાલ તારીખ 16ને ગુરુવારે ભારતની ‘પરમાણુ સહેલી’ તરીકે જાણીતા ડો. નીલમબેન ગોયલનું પરમાણુ ઉર્જા પર વક્તવ્ય ગોઠવવામાં આવ્યું હતું, જેમાં રોટરી કલબના સભ્યો ઉપરાંત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રોટરી ક્લબ દ્વારા યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં રોટેરીયન મિત્રો, આમંત્રિત મહેમાનોમાં લાયન્સ કલબના સભ્યો, GEBના સુપ્રિટેન્ડન્ટ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ વક્તવ્યમાં નીલમબેને મોરબીની જનતા માટે પરમાણુ ઉર્જા કેટલી ઉપયોગી છે, તે વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમનો લગભગ 70 જેટલા લોકોએ લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી કલબના પ્રેસિડેન્ટ રષેશ મહેતા, પી પી કમલેશભાઈ દફતરી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text