મોરબીમા ૧ હજાર મેગાવોટનો પરમાણુ પ્લાન્ટ ઉદ્યોગોને ઉર્જા પુરી પાડવા સક્ષમ : ડો. નીલમ ગોયલ

- text


ટાઉન હોલમાં પરમાણુ સહેલીનો વિશેષ સેમિનાર યોજાયો : જિલ્લા કલેકટર, એસપી, એડીએમ અને સીરામીક પ્રમુખોએ આપી હાજરી

મોરબી : મોરબીના ટાઉનહોલમાં જિલ્લા કલેકટર આર.જે. માકડીયાની અધ્યક્ષતામાં એક વિશિષ્ટ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિડીયો તેમજ પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા પરમાણુ સહેલીએ વિધુત તેમજ તાપીય ઉષ્મા ઉર્જાની પૂર્તતા માટે 1000 મેગાવોટ પરમાણુ ઉર્જા સયંત્રની સ્થાપનાને એક સર્વોતમ સમાધાન જણાવ્યું. સેમીનારમાં એસ.પી. ડો. કરણરાજ વાઘેલા, એડીશનલ કલેકટર કે. સી. જોશી, સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશ જે. જેતપરીયા, મોરબી સીરામીક સેનેટરી વેરના અધ્યક્ષ કીરીટ પટેલ સહીત ૨૦૦ અન્ય અધિકારી તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરમાણુ સહેલીએ જણાવ્યું કે મોરબીના કારોબારીઓને વર્તમાનમાં પ્રતિદિન ૨૪ લાખ યુનિટ વિધુત ઉર્જા તેમજ ૬૫ લાખ કયુબિક મીટર પી.એન.જી. ગેસના સ્વરૂપમાં તાપીય ઉષ્મા ઉર્જાની આવશ્યકતા છે. પરમાણુ ઉર્જાથી આ બન્ને ઉર્જાઓની પૂર્તિ થઈ શકશે, તો વિધુત ઉર્જાની પૂર્તિ માટે ૫૫ મેગાવોટ તેમજ તાપીય ઉષ્મા ની પૂર્તિ માટે ૮૫૦ મેગાવોટના પરમાણુ ઉર્જા સયંત્રની સ્થાપના ની જરૂરીયાત રહેશે. નહીંતર ૧૦૦૦ મેગાવોટનો એક પરમાણુ
પ્લાન્ટ બંને જરૂરીયાતને નિરંતર વિશ્વસનીયતાથી પૂર્ણ કરી શકશે. વધુમાં તેઓએ જણાવ્યું કે પ્રતિયુનિટ વિજળીની કિંમત ૨.૫ રૂપીયાની આસપાસ થશે. આ પરમાણુ સયંત્ર ને માટે ફકત ૧૪ વર્ગ કિલોમીટર જમીનની જ જરૂરત રહેશે તેમજ આ ઉપકરણ શહેરમાં વચ્ચે પણ લગાવી શકાશે. તેનાથી કોઈપણ પ્રકારની અસુવિધા તેમજ ગ્રીનહાઉસ, ગેસનું પ્રદુષણ નહી થાય.

પરમાણુ સહેલીએ સોલાર યંત્રના સંદર્ભમાં જણાવ્યું કે આ જરૂરીયાતને સોલાર પ્લાન્ટ દ્વારા પૂર્ણ કરીશું તો તેના માટે ૪૦૦૦ મેગાવટોના સોલાર પ્લાન્ટ લગાવવા પડશે અને તેની સ્થાપના માટે ૨૫૬ વર્ગ કિલોમીટર જમીનની જરૂરીયાત રહેશે. સોલારની ૨૫ ટકા ક્ષમતા સુધીમાં તો તેનાથી પણ ૨.૫ રૂપિયા પ્રતિ યુનિટ ખર્ચ આવશે. પરંતુ મોરબીની ઈન્ડસ્ટ્રીઝને એકધારી વિજળી તેમજ તાપીય ઉષ્માની જરૂરત છે. જેના માટે સોલાર યંત્રમાં પ્રતિ દિન યુનિટ ૧૨ રૂપિયાનો ખર્ચ થશે. ભારતમાં નદીઓના એકત્રીકરણની યોજના અંતર્ગત જયાં નહેરો નીકળશે, તે નહેરો ઉપર રૂફ સોલાર પાવર પ્લાન્ટની પણ સ્થાપના થશે. જેનાથી નહેરોના પાણીનું બાષ્પીભવન ઓછુ થઈ જશે અને અલગથી જમીન રોકવાની જરૂરીયાત નહી રહે. આ વિશે તેમણે જણાવ્યું કે નર્મદા નદી નહેર યોજના પ્રોજેકટમાં ગુજરાત રાજયમાં નહેરોની ઉપર ૭૫૦ મીટર લાંબો એક મેગાવોટનો સોલાર પ્લાન્ટ લગાવવામાં આવી રહયો છે.

આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે પરમાણુ ઉપકરણ દરેક પ્રકારે સર્વોત્તમ હોવા છતાં પણ તેની સ્થાપનાના માર્ગમાં હંમેશા મરવા- મારવા સુધીનો વિરોધ થતો રહે છે. ભારતના ૧ લાખ ૫૩ હજાર મેગાવોટ પરમાણુ ઉજાં કાર્યક્રમ મૃત અવસ્થામાં છે. આ વિરોધનું મૂળ કારણ સામાન્યથી લઈ મુખ્ય જનતામાં ફેલાયેલી અફવાઓ તેમજ પૂર્વગ્રહ છે. ભારત પરમાણું ઉર્જાનો સામાન્ય ઉપયોગ જેવા કે મેડીકલ, કૃષી તેમજ ઉધોગ સબંઘી તથા વિજળી બનાવવા તેમજ તાપીય ઉષ્મા ઉત્પાદન કરવાનાં ક્ષેત્રમાં સમગ્ર વિશ્વમાં યોગ્યતા રાખે છે. વર્ષ ૨૦૧૭ માં ભારત તેમજ જાપાનની વચ્ચે પરમાણુ સંધી પણ થઈ છે, જેના દ્વારા પરમાણું ઉર્જાથી વિજળી વિધુત ઉત્પાદન માં બન્ને દેશો એક સાથે કામ કરી શકશે.

- text

પરમાણું સહેલી ની રણનીતી તેમજ દરેક જાગૃત કાર્યક્રમોના પરિણામથી તામીલનાડુ ૧૦૦૦ મેગાવોટનો પરમાણું ઉપકરણનો વિરોધ બંધ થયો. ૨૮૦૦-૨૮૦૦ મેગાવોટ હરીયાણા, ગોરખપુર તેમજ વાંસવાડા, રાજસ્થાનના પરમાણું ઉર્જા પરિયોજનાની સ્થાપના થઈ શકી. પરમાણુ સહેલી છેલ્લા ૯ વર્ષથી જળ તેમજ વિજળીના ક્ષેત્રમાં કામ કરી રહી છે. આ ભારતની પ્રથમ સ્કોલર છે, જેમણે ”ભારતના પરમાણુ ઉર્જા ઉપકરણ તેમજ સ્થાનિક લોકોના સ્વાસ્થય તેમજ કલ્યાણ અને પ્રભાવ ઉપર પી.એચ.ડી. કરેલી છે.

પરમાણુ સહેલીએ જણાવ્યું કે, વિશ્વભરમાં એટલા પરમાણા ઉપકરણો કામ કરી રહયા છે પરંતુ આ યંત્રોથી આજ સુધી જન- સામાન્ય માંથી એકનું પણ મૃત્યુ થયું નથી. પરમાણુ સહેલીએ જણાવ્યું કે પરમાણુ બોમ્બ બનાવવો તેમજ પરમાણુ ઉર્જાથી વિજળી બનાવવી બન્ને અલગ પ્રક્રિયા છે. પરમાણુ ઉર્જાનું ઉપકરણ કયારેય પરમાણુ બોમ્બ ન બનાવી શકે. પરંતુ એન્ટી ન્યુકલીયર લોબી બહુજ આસાનીથી સામાન્ય જનને આ ઉપકરણ બાબતે ગેરમાર્ગે દોરી, ભ્રમિત કરવામાં કામયાબી મેળવે છે.

જનતાની અજ્ઞાનતાને કારણે ભારતમાં જળ, કૃષિ તેમજ ઉર્જા સબંધી દરેક રાષ્ટ્રીય યોજના હાસીયામાં ધકેલાય જાય છે. જયારે મોટી મોટી યોજનાઓની સ્થાપના જ થઈ શકતી નથી તો આવશ્યક રોજગાર તેમજ નોકરીઓ કેમ મળશે ? આજે ભારતમાં જે મુખ્ય મુદ્દાઓ છે એ તમામ આવી યોજનાઓ સમયસર સ્થાપી શકાતી નથી તેના કારણે છે. વિજળી ચાલી જાય છે તો ભારતની જનતા વિજળી સપ્લાય અધિકારીને ઘેરાવ કરી દે છે, પરંતુ જયારે વિજળી ઉપકરણની સ્થાપનાની વાત આવે છે ત્યારે પોતાના ચુંટેલા પ્રતિનિધિઓ, યોજનાકારો, વૈજ્ઞાનિકો, એન્જીનીયરો વિગેરેનો વિશ્વાસ છોડીને વિરોધીઓના હાથના ઈશારે ચાલી નીકળી છે અને પોતાના જ ચારે તરફના વિકાસની યોજના માટે મરવા- મારવા સુધી નો વિરોધ ઉભો કરે છે. આ બધુ અજ્ઞાનતાના કારણે થાય છે.

પરમાણુ સહેલીએ જણાવ્યું કે ભારતી જનતા જિજ્ઞાસુ છે જાણવા માંગે છે, આ જ સાચો માર્ગ છે. જો ફરજ હોય તો કર્મશીલ છે કર્મ કરવા માંગે છે. ૮૪ ક્ષેત્રીય તેમજ રાષ્ટ્રીય સંગઠન વાળા પ્રજાતાંત્રિક ભારતમાં જનતા સાચા અર્થમાં જાગૃત હોવી જરૂરી છે. મોટા પ્રમાણમાં અજ્ઞાનતા ને દુર કરવાથી ભારતનો સાચો અને ખરેખર વિકાસ સંભવીત બનશે. સેમીનારમાં પધારેલ દરેક પ્રતિષ્ઠિત લોકોએ ભારતની રાષ્ટ્રીય યોજનાઓ પ્રતિ નૈતિક સમર્થનની પ્રતિજ્ઞા લીધી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text