મોરબીના મહેશ હોટલ પાસેની ગલીમાં ગટરની ઉભરાતી ગંદકીથી સ્થાનિકો ત્રસ્ત

- text


ઉભરાતી ગટરની ગંદકીને કારણે આજુબાજુની સ્કૂલ કૉલેજના વિદ્યાર્થીઓઅને હોસ્પિટલમાં દર્દીઓ પર રોગચાળોનો ભય

મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલ મહેશ હોટલ પાસેની ગલીમાં છેલ્લા ત્રણ માસથી ગટરની ગંદકી ઓવરફ્લો થઈ રહી છે.સ્થાનિકોને કહેવા મુજબ અમુક ધંધાર્થીઓ મનમાની ચલાવીને પોતાની દુકાનનું વેસ્ટજ પાણી ઢોળતા હોવાથી ગટર ચોંકાઅપ થઈ છે.આ ગટરની ગંદકીથી આજુબાજુની શાળા કોલેજ અને હોસ્પિટલમાં રોગચાળાનો ભય ઝળુંબી રહ્યો છે.

મોરબીના શનાળા રોડ પર આવેલ મહેશ હોટલ પાસેની ગલીમાં છેલ્લા ત્રણ માસથી ગટરની ગંદકી ઓવરફ્લો થઈ રહી છે.ગંદા પાણી રોડ ઉપર રેલમછેલમ થઈને વહેતા હોવાથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે.સ્થાનિક રહીશોએ આ બાબતે બળાપો ઠાલવતા કહ્યું હતું કે, મહેશ હોટલની પાસેની ગલીમાં છેલ્લા ત્રણ માસથી ભુર્ગભ ગટરના ઢાંકણા નથી.જોકે સ્થાનિક અમુક ચીજ વસ્તુઓના ધંધાર્થીઓ મનમાની ચલાવતા હોવાથી તેમની વસ્તુઓની વેસ્ટજ ચીકાશ વાળું પાણી આ ગલીમાં નિકાલ થાય છે.ખાસ કરની દૂધની ડેરીનું અને બેકરીનું ચીકાશ વાળું પાણી ગલીમાં ઠાલવે છે જેથી આખી શેરી વગર વરસાદે પાણી પાણી થઈ જાય છે.આ ચીકાશ વાળા પાણીને કારણે ગટર પણ ચોકઅપ થઈ જાય છે.ગટર ઉભરાતા ગંદુ પાણીથી આખી શેરી તરબોળ થઈ જાય છે.આ ગટરની ગંદકી બાજુની સ્કૂલ કોલેજોમાં પણ પહોંચે છે જેથી સ્કૂલ કોલેજના વિધાર્થીઓ પર રોગચાળાનો ખતરો રહે છે.તેમજ આ ગટરની ગંદકીથી આજુબાજુની હોસ્પિટલમાં પણ દર્દીઓના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થવાની ભીતિ રહે છે.છેલ્લા ત્રણ માસથી અહીંયા ગટરની ગંદકી ઉભરાતી હોવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે.તેથી જવાબદાર તંત્ર આ ગંભીર બાબતે યોગ્ય પગલાં ભરે તેવી સ્થાનિકોએ માગ ઉઠાવી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text