હળવદના વેગડવાવ ગામે એક કા ડબલ કરવાની સ્કીમમાં ગઠીયો લાખો રૂપિયા લઈ ફરાર

- text


સપ્તાહ પહેલાં એક વાડીમાં થયેલા બનાવે પંથકમાં લોકચર્ચાઓ જગાડી : અંધશ્રધ્ધાળુ ક્યારે જાગશે ??

દેશ ૨૧મી સદીમાં જવા અને સુપરપાવર બનવા તરફ આગળ ધપી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ અંધશ્રદ્ધાના વમળમાં ફસાયેલા છે ત્યારે લોકો એક કા ડબલ બનાવવાની લાલચે જીવનની પુંજી સોપી દે છે આવી જ ઘટના તાલુકાના વેગડવાવ ગામે સામે આવી છે જેમાં સપ્તાહ પહેલાં રાત્રી દરમિયાન વાડીમાં ડબલ કરી દેવાની લાલચે પૈસા ચાંઉ કરી ગઠીયો ફરાર થઈ ગયો હતો જેમાં લાખોની રકમ હોવાની લોકચર્ચાઓ જાગી છે.

કહેવત છે કે ‘અતિ લોભ પાપનું મુળ છે’ જેમાં તાલુકાના વેગડવાવ ગામે અઠવાડિયા પહેલા એક વાડીમાં એક કા ડબલ કરી દેવાની લાલચે આઠથી દશ લાખ જેટલા રૂપિયા ભેગાં કરી ગઠીયો છુમંતર થઈ ગયો હતો. હળવદ પંથકમાં મોટાભાગે ખેડૂત વર્ગ આવેલો છે જેમાં ખેડુતો છેતરપિંડી ભોગ બનતા હોય છે ત્યારે મોટાભાગના કેસમાં ખેડૂતો કેસથી બચતા હોય છે અને સમાધાનકારી વલણ અપનાવતા હોય છે અને જેના કારણે આવા લેભાગુ તત્વોને પ્રોત્સાહન મળે છે.હળવદના વેગડવાવ ગામે બનેલી એક કા ડબલની ઘટના સમગ્ર પંથકમાં હાલ તો ટોક ઓફ ધી ટાઉન છે ત્યારે રાત્રે વાડીમાં રચાયેલા ખેલમાં ખેડુતોએ પોતાની જીવનભરની કમાણી ડબલ કરી દેવાની લાલચે અજાણ્યા હાથમાં સોપી દેતાં અજાણ્યા શખ્સો લાખો રૂપિયાની માતબર રકમ લઈને છુંમંતર થઈ ગયા હતા.ત્યારે સપ્તાહ પહેલાં બનેલી ઘટનામાં ભોગ બનનાર ક્ષોભજનક સ્થિતિમાં મુકાતા સ્વીકાર કરવા તૈયાર નથી પરંતુ એક કા ડબલ કરી દેવાની સમગ્ર બનાવે પંથકમાં ભારે લોકચર્ચાઓ જગાડી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text