મોરબી તાલુકામાં એક જ પરિવારમા થતા ત્રણ બાળલગ્ન અટકવાયા

મોરબી : મોરબી તાલુકામાં એક જ પરિવારમાં ત્રણ બાળલગ્ન થતા હોવાની જાણ થતાં સમાજ સુરક્ષાની ટીમે ત્યાં દોડી જઈને આ બાળ લગ્ન અટકાવ્યા હતા. સાથે વાલીઓને કાયદાકીય સમજણ પણ આપી હતી.

મોરબી તાલુકામાં એક જ પરિવારમાં ૩ લગ્નનું આયોજન હોય જેમાં બાળ લગ્ન થતા હોય તેવી સમજ સુરક્ષા કચેરી ખાતે ફરિયાદ મળી હતી. જે ફરિયાદનાં આધારે પરિવારનાં ઘર પર તપાસ કરતા દીકરા-દીકરીની ઉંમરની સ્થળ પર ખરાઈ કરતા ૨ દીકરી અને ૧ દીકરાની ઉંમર કાનૂની મર્યાદા કરતા ઓછી હોય, જે બાળ લગ્ન હોય તેથી મોરબી સમાજ સુરક્ષા અધિકારી અનીલા એફ પીપલીયા પ્રોબેશન ઓફિસર એસ.વી.રાઠોડ, બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ શેરશીયા, રંજનબેન મકવાણા સહિતનાએ સમાજ સુરક્ષા ટીમ તથા તાલુકા પોલીસને સાથે રાખી વાલીને બાળ લગ્ન અંગે કાયદાની સમજ આપી લગ્ન અટકાવ્યા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news