ટંકારા : શૈલેષ સગપરિયાનો શૈક્ષણિક માર્ગદર્શન અને મોટિવેશન સેમિનાર યોજાશે

ધોરણ 10 પછી યોગ્ય માર્ગદર્શનના અભાવે શ્રેષ્ટ તક ચુકી જતા વિદ્યાર્થીઓ માટે દીવાદાંડી સમાન નિઃશુલ્ક સેમિનારમાં ઉમટી પડવા આયોજકોનું આહવાન

ટંકારા : એકવીસમી સદી જ્ઞાન વિજ્ઞાનની સદી છે. શૈક્ષણિક ક્ષેત્રે વિપુલ તકોમાંથી દસમા ધોરણ પછી ચાલીસેક ટકા જેટલા વિદ્યાર્થીઓ યોગ્ય માર્ગદર્શનના અભાવે પોતાને મળનારી શ્રેષ્ટ તક ચુકી જતા હોય છે. ત્યારે આવી અસમંજસની સ્થિતિમાંથી પસાર થતા વિદ્યાર્થીઓ માટે ટંકારામાં શૈક્ષણિક માર્ગદર્શન અને મોટિવેશન સેમીનારનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં સ્પીપાના નાયબ નિયામક અધિકારી, આજની વાર્તાના પ્રણેતા, ગુજરાતી ભાષાના લબ્ધ પ્રતિષ્ઠિત લેખક, પોઝિટિવ થીંકર અને સ્પષ્ટ વક્તા એવા શૈલેષભાઇ સગપરિયા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.

તારીખ 19/05/2019ને રવિવારે સવારે 09:00 કલાકે આર્ય વિદ્યાલયમ, ટંકારા ખાતે આયોજિત આ નિઃશુલ્ક સેમિનારમાં હાજર રહેવા માટે વોટ્સએપ મો.નં 9512400034 અને 9512400035 પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. ટંકારા સ્થિત સેમિનારના સ્થળે પહોંચવા માટે મોરબી તેમજ વાંકાનેરથી બસની વ્યવસ્થા રાખવામાં આવી છે. તો વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનારનો લાભ લ્યે એવી આયોજકો તરફથી અપીલ કરાઇ છે. સેમિનારમાં હાજર રહેનાર વિદ્યાર્થીઓને શૈલેષ સગપરિયા લિખિત વિવિધ મોટિવેશન પુસ્તકોની સ્થળ પરથી ખરીદીમાં આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેવું અયોજકોની યાદીના અંતમાં જણાવવામાં આવ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news