વાંકાનેરના વઘાસિયા ગામે શિવ મહાપુરાણ નવાહ જ્ઞાનયજ્ઞનું જાજરમાન આયોજન

- text


વાંકાનેર : તાલુકાના વઘાસિયા ગામે ઝાલા પરિવાર દ્વારા શ્રી શિવ મહાપુરાણ નવાહ જ્ઞાનયજ્ઞનું (શિવ કથા) જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 20/5/19ને સોમવારે પ્રારંભ થનાર શિવકથા તારીખ 28/5/19ને મંગળવારે વિરામ પામશે. સવારે 09:00 થી બપોરે 12:00 અને બપોરે 03:00 થી સાંજે 06:00 કલાક સુધી દરરોજ ચાલનારી શિવકથામાં રોજ બપોરે પ્રસાદ વિતરણ કરવામાં આવશે.
શ્રી દીપકભાઈ પંડ્યાના વ્યાસ સ્થાનેથી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવશે. જેમાં 20 મેને સોમવારે સવારે 09:00 કલાકે પોથી યાત્રા બાદ કથાનો મંગલ પ્રારંભ થશે. નવ દિવસ ચાલનારી શિવકથા દરમ્યાન શિવ પ્રાગટય, સતી પ્રાગટય, પાર્વતી વર્ણન, શિવ વિવાહ, તારકાસુર વધ અને બાર જ્યોતિર્લિંગ જેવા વિવિધ પ્રસંગો ઉજવવામાં આવશે. આ ઉપરાંત કથા પુર્ણાહુતીના દિવસે તારીખ 28 મેના દિવસે સાંજે 06:30 કલાકે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ દિવસે રાત્રે 09:30 કલાકે લોકડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હરેશદાન સુરું ગઢવી, ગોવિંદભા પાલિયા ગઢવી, જીતુદાન ગઢવી તથા હકાભા ગઢવી (હાસ્ય કલાકાર) લોકસાહિત્ય તેમજ ભજનો અને હાસ્યની રંગત જમાવશે. વાંકાનેર તાલુકાના વઘાસિયા મુકામે કૈલાસધામ સ્થિત આયોજિત આ જાજરમાન શિવકથામાં પધારી ધર્મલાભ લેવા આયોજક જયુભા ભગવતસિંહ ઝાલા તથા રાજેન્દ્રસિંહ ઝાલાએ જાહેર જનતાને ભક્તિપૂર્ણ આમંત્રણ આપ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

 

 

- text