મોરબી : એલીટ ઈન્ટરનેશનલ કોલેજનું ઉજ્વળ પરિણામ

હડમતીયા : તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા બી.એસ.સી સેમ – ૪ નું પરીણામ જાહેર કરવામાં આવ્યુ છે જેમાં મોરબીની નામાંકીત એલીટ ઈન્ટર નેશનલ બી.એસ.સી કોલેજના વિધાર્થીઓનો સતત ત્રીજા વર્ષે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ટોપ-૧૦ માં સમાવેશ થયો છે.

આ લીસ્ટમાં કુંડારીયા શ્રુતીબેન ૮૭.૨૭% મેળવીને સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ચોથો ક્રમાંક મેળવ્યો છે. જ્યારે રાણીપા હાર્દીક ૮૬.૬૫% મેળવીને સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં આઠમો ક્રંમાક મેળવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં એલીટ બી.એસ.સી કોલેજનું ઓલઅવર રીઝલ્ટ ૯૮% જેટલુ પ્રાપ્ત કરીને સમગ્ર મોરબી જીલ્લામાં અગ્રેસર રહેલ છે. જેમા એલીટ કોલેજના કુલ ૬ વિધાર્થીઓએ ૮૦% વધુ ગુણ પ્રાપ્ત કરીને ઉતીર્ણ થયેલ છે તથા કુલ ૩૩ વિધાર્થીઓએ ૭૦% થી વધુ ગુણ પ્રાપ્ત કરીને ઉતીર્ણ થયેલ છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ટોપ-૧૦ માં આવેલા તેમજ ૭૦% થી વધુ ગુણે ઉતીર્ણ થયેલ વિધાર્થીઓને સંસ્થાના પ્રમુખશ્રી શૈલેષ કલોલા સાહેબ તથા એલીટ કોલેજના પ્રિન્સીપાલશ્રી ભાવેશભાઇ ચાડમીયા દ્વારા અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભે્ચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news