મોરબી : મેડિકલ અને ડેન્ટલમાં એડમિશન માટે નિ:શુલ્ક માર્ગદર્શન સેમિનારનું આયોજન

મોરબી : મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તથા આઇએમએ દ્વારા મોરબી જિલ્લામાં ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં બી ગ્રુપમાં અભ્યાસ કરતા અને NEETની એક્ઝામ આપેલી હોય તેવા વિદ્યાર્થીઓ માટે મેડિકલ- ડેન્ટલમાં એડમિશન માટેના માર્ગદર્શન આપવાના નિ:શુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ 19/5/2019ને રવિવારે શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ, બ્લડબેંક, જીઆઇડીસી શનાળા રોડ, મોરબી ખાતે સવારે 10:00 થી 11:30 કલાકે આયોજિત થનારા આ માર્ગદર્શન સેમીનારમાં ડોક્ટર કેતન હિંડોચા NEET પર મેડિકલ-ડેન્ટલ 2019ના એડમિશનનું ઓનલાઇન રજીસ્ટ્રેશન, ગુજરાતની મેડિકલ કોલેજો, અભ્યાસક્રમની ફી, બેઠકોની સંખ્યા, વિવિધ કોટા તથા એડમિશનની પ્રક્રિયા વિશે વિદ્યાર્થીઓને વિસ્તારથી માહિતગાર કરશે. તો આ નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનારનો લાભ લેવા આઈએમએ મોરબી બ્રાન્ચના પ્રમુખ ડોક્ટર ચેતન હિંડોચા, સેક્રેટરી ડોક્ટર અમિત ધુલે તથા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ મોરબીના પ્રમુખ મનોજભાઈ ઓગણજા અને સેક્રેટરી નરેશભાઈ સાણજાએ અનુરોધ કર્યો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news