ટંકારા નજીક બાઇક સ્લીપ થતા યુવતીનું મોત

ટંકારા : ટંકારા તાલુકાના સજ્જનપર ગામ નજીક બાઇક સ્લીપ થતા યુવતીનું મોત નીપજ્યું હતું.આ બનાવની ટંકારા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા જીતેન્દ્ર કુમાર દિલીપભાઈ મકવાણા ગત તા.10ના રોજ કોમલબેનને પોતાના બાઇકની પાછળ બેસાડીને ટંકારાના સજ્જનપર ગામ નજીક પસાર થઈ રહ્યા હતા.તે વખતે ઓચિંતા બાઇક સ્લીપ થતા બાઇક પાછળ બેઠેલા કોમલબેન ઉ.વ.23ને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના ભાઈ દિનેશભાઇ જેઠાભાઇ ચાવડાએ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news