મોરબીમાં સંજીવની ક્લીનીક દ્વારા કાલે શુક્રવારે નિઃશુલ્ક નિદાન કેમ્પ

મોરબી : મોરબીના સંજીવની ક્લીનીક દ્વારા આવતીકાલે 17ને શુક્રવારે સવારે 9 થી 1 તથા બપોરે 4 થી 8 વાગ્યા સુધી મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

સંજીવની ક્લીનીક દ્વારા આવતીકાલે બાલાજી કોમ્પ્લેક્સ, પહેલા માળે, રવાપર-ધુનડા રોડ, મહાબલી હનુમાનજી મંદિરની બાજુમાં, રવાપર, મોરબી ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ચામડીના તમામ રોગોનું સચોટ નિદાન અને માર્ગદર્શન, વારંવાર થતા ચામડીના રોગો અટકાવવા માટે પદ્ધતિસર માર્ગદર્શન તથા વિનામૂલ્યે 1 થી 10 વર્ષના બાળકોની યાદશક્તિ વધારવા માટે સુવર્ણપ્રાશનના ટીપા પણ આપવામાં આવશે. ચામડીની કોઈ પણ સમસ્યા ધરાવતા લોકોને આ કેમ્પમોં લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news