મોરબીના લીલાપર કેનાલ રોડ પર ખાડો બન્યો જોખમી

તંત્રએ બમ્પ હટાવી દીધા બાદ સ્થાનિકો વારંવાર ખાડો ખોદી નાખતા હોવાથી વાહન ચાલકોને પડતી મુશ્કેલી

મોરબી : મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલો ખાડો વાહન ચાલકો માટે જોખમી બન્યો છે.જોકે તંત્રએ આ રોડ પર અગાઉ મસમોટો બમ્પ હટાવી દીધા બાદ સ્થાનિકો વારંવાર રોડ પર ખાડા કરી નાખતા હોવોથી ટ્રાફિક જામની સાથે વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ રહે છે.તેથી તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી વાહન ચાલકોએ માંગ ઉઠાવી છે.

મોરબીના લીલાપર કેનાલ રોડ પર રાધે પાર્ટી પ્લોટ નજીક મસમોટો ખાડો આવેલો છે.આ ખાડો બીજા કોઈએ નહિ પણ સ્થાનિકોએ કર્યો હોવાનું ધ્યાને આવ્યું છે.વાહન ચાલકો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર લીલાપર રોડ પર આ જગ્યાએ એક મસમોટો બમ્પ હતો.જે ટ્રાફિક માટે ખતરારૂપ હોવાથી જે તે સમયે તંત્રએ આ બમ્પ તોડી પાડી નાખ્યો હતો.આ બિનજરૂરી બમ્પ તોડી નાખ્યા બાદ સ્થાનિકોએ ત્યાં ખાડો ખોદી નાખ્યો હતો અને સ્થાનિકો વારંવાર આ જગ્યાએ ખાડો ખોદી નાખતા હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.આ ખાડાને કારણે અવારનવાર ટ્રાફિકજામ સર્જાઈ છે.તેમજ અહીંથી પસાર થવામાં વાહન ચાલકોને અકસ્માતનું જોખમ રહે છે.આથી તંત્ર આ બાબતે ગંભીર બનીને ખાડાનું બુરાણ કરી ફરીવાર રોડ ઉપર ખાડો ન થાય તે માટે ઘટતી કાર્યવાહી કરે તેવી વાહન ચાલકોએ માંગ ઉઠાવી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news