મોરબી પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ : બુટલેગરોના ઘરોમાં ચેકીંગ પણ કરાયુ

 

મોરબી : મોરબી પોલીસ દ્વારા આજે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામા આવ્યું હતું. આ વેળાએ કુખ્યાત બુટલેગરોમા ઘરે પણ પોલીસે ચેકીંગ હાથ ધર્યું હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બીગ હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં શહેરના કાલિકા પ્લોટ,મચ્છી પીઠ સહિતના વિસ્તારોમાં ડીવાયએસપી તેમજ એસઓજી, એલસીબી, એ ડિવિઝન સહિતના પોલીસ કાફલા દ્વારા બુટલેગરોના ઘરમાં અને વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાની સૂચનાથી સુરક્ષા માટે તેમજ ગુનાહિત પ્રવૃતિઓ અટકાવવા માટે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગની કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે.