મોરબીની સિવિલ હોસ્પિટલ રેઢી પડ: દર્દીઓની સલામતી રામભરોસે

હોસ્પિટલમાં શ્વાન અને પશુઓનો જામે છે મેળાવડો : રાજકીય પીઠબળ હોવાથી અધિક્ષક ફરિયાદ કરનારા સામે તોછડું વર્તન કરતા હોવાના આક્ષેપો

મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલ રેઢી પડ હાલતમાં છે. ત્યારે બીજી બાજુ આખી સિવિલ હોસ્પિટલની જવાબદારી જેમના શિરે છે તેવા અધિક્ષક સતાના નશામાં ચૂર હોવાનું ધ્યાને આવ્યું છે. હાલ હોસ્પિટલની શ્વાન સહિતના પશુઓનો મેળાવડો જામી પડે છે. ત્યારે હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષા અંગે પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે. જો કે આવી કોઈ પણ ફરિયાદ લઈને જતા જાગૃત નાગરિકો સાથે રાજકીય પીઠબળ ધરાવતા અધિક્ષક તોછડું વર્તન કરતા હોવાના પણ આક્ષેપો થયા છે.

મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોર અને શ્વાનના ત્રાસ વધતા જાય છે ત્યારે છેલ્લા પંદર દિવસમાં જ કૂતરા કરડ્યાના ૧૮૮ બનાવ અવકાશમાં આવ્યા હતા. તો બીજી બાજુ સિવિલ હોસ્પિટલમાં જ શ્વાનો એ ડોક્ટરની ચેમ્બર પાસે અડ્ડો જમાવ્યો છે અને જ્યાં દર્દીઓને બેસવા માટે બાકડો છે ત્યાં આરામ ફરમાવતા જોવા મળે છે જો કે આવી જ પરિસ્થિતિ પાછળ આવેલા પીએમ રૂમની પણ છે. પીએમ રૂમ પાસે પણ શ્વાનોના આંટાફેરા ચાલુ રહે છે અને આ બાબતે કોઈ તકેદારી રાખવામાં આવતી નથી. જ્યાં દર્દીઓ સારવાર માટે આવે છે. ત્યાં જ શ્વાનોને જોઈને ઘણા લોકો સારવાર પણ લેતા નથી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ચાલ્યા જાય છે.

ખાનગી હોસ્પિટલમાં હડકવાની વેકશીન ૫૦૦૦ રૂપિયા જેટલી કિંમતે આવે છે જે સામાન્ય માણસને પોસાય તેમ નહોય, લોકો ના છૂટકે સિવિલમાં સારવાર લેવા આવું પડે છે અને સિવિલમાં શ્વાનોએ જમાવેલા અડ્ડાના લીધે વૃદ્ધો મહિલાઓ અને બાળકો ભયમાં રહે છે. તંત્ર દ્વારા આ શ્વાનોને બહાર કાઢવાની તસ્દી પણ લેવામાં આવતી નથી.

બીજી બાજુ સિવિલ હોસ્પિટલની સંપૂર્ણ જવાબદારી જેના શિરે છે. તે અધિક્ષકના ચાર્જમાં રહેલા ડો. દૂધરેજિયા પોતાના હોદાના નશામાં ચૂર હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે. હાલ સિવિલ હોસ્પિટલની હાલત કથડતી જઇ રહી છે. ત્યારે આ અધિકારી લાજવાની બદલે ગાજી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. જો કોઈ જાગૃત નાગરિક કાઈ ફરિયાદ કરવા જાય તો તેની સાથે અધિક્ષક તોછડાઈપૂર્વક વર્તન કરતા હોય તેવી અનેક રાવ ઉઠી છે. હાલ એવી ચર્ચા જાગી છે કે ડો. દુધરેજીયાને રાજીકીય પીઠબળ હોવાથી તેની સામે અનેક ફરિયાદો હોવા છતાં તંત્ર તેમનું કાઈ નહીં બગાડી શકે તેવા અભિમાનમાં તેઓ બેજવાદારીભર્યું વર્તન અને હોસ્પિટલનો વહીવટ ચલાવી રહ્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news