મોરબીની આર.ઓ.પટેલ મહિલા કોલેજનું બી.કોમ.નું ઝળહળતું પરિણામ

ઈંગ્લીશ મીડીયમમાં 91 ટકા જેટલું રેકોર્ડબ્રેક અને ગુજરાતી મીડીયમમાં 61 ટકા જેવું પરિણામ આવ્યું

મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા બી.કોમ. સેમેસ્ટર 4 (ન્યુ કોર્ષ) નું 39.50% જેટલું જ રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે‌. જેમાં મોરબીની શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર એવી શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર.ઓ. પટેલ મહિલા કોલેજનું ઈંગ્લીશ મિડીયમનું રીઝલ્ટ 91% જેટલું રેકોર્ડબ્રેક અને ગુજરાતી મિડીયમનું રીઝલ્ટ 61% જેટલું મેળવ્યું છે.એકંદરે બન્ને સાથે મળીને કોલેજનું 74.30% જેટલું રીઝલ્ટ મેળવીને બીકોમ સેમ- 6 પછી સેમ-4 માં પણ યુનિવર્સિટી કક્ષાએ તથા મોરબી જિલ્લામાં કોમર્સ કોલેજનો દબદબો જાળવી રાખી સંસ્થાનું વધાર્યું છે.

કોલેજમાં પ્રથમ નંબરે ચંદારાણા દ્રષ્ટી સુનિલભાઈ 607/700 (યુનિવર્સિટી રેન્ક 1),બીજા નંબરે લાડાણી પરીધી પંકજભાઈ 573/70‌0 (યુનિવર્સિટી રેન્ક 9),ત્રીજા નંબરે હડિયલ લીલાવંતી છગનભાઈ 562/700 (યુનિવર્સિટી રેન્ક 18),ચોથા નંબરે વડાવિયા પુજા પ્રવિણભાઈ 560/700 (યુનિવર્સિટી રેન્ક 20), અને પાંચમા નંબરે પરમાર નયના દેવજીભાઈ 559/700 (યુનિવર્સિટી રેન્ક 21)માર્કસ મેળવી કોલેજ પરીવારનું નામ રોશન કર્યું છે.

યુનિવર્સિટીના ટોપ 10 સ્ટુડન્ટ્સમાં આર.ઓ.પટેલ મહિલા કોલજની બે વિદ્યાર્થીનીઓએ પ્રથમ સ્થાન અને નવમું સ્થાન પ્રાપ્ત કર્યું છે.કુલ 227 વિધાર્થિનીઓ માંથી 145 વિધાર્થિનીઓ એટલે કે 64% વિધાર્થિનીઓએ ફર્સ્ટ ક્લાસ (60% થી વધુ) મેળવીને કોલેજની યશકલગીમાં વધુ એક અદ્વિતીય સિદ્ધીનો ઉમેરો કર્યો છે.કોલેજને મળેલી આ અદ્વિતીય સિદ્ધિ માટે વિધાર્થિનીઓનો અથાગ પરિશ્રમ તદુપરાંત કોમર્સ વિદ્યાશાખાનાં સર્વે સ્ટાફગણનું વિધાર્થિનીઓ ઉપર સતત મોનેટેરીંગ સાથેસાથ ઉત્કૃષ્ટ પરીણામ મેળવવા માટે ઉંડાણપૂર્વકના અભ્યાસ અંગેનું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રદાન કરેલ જે ખાસ મહત્વનું રહ્યું છે.

તમામ તેજસ્વી વિધાર્થીનીઓને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ શ્રી બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ શ્રી વલમજીભાઈ અમૃતિયા, કોલેજના પ્રિન્સિપાલ શ્રી અશ્વિનભાઈ ગામી, કોમર્સ વિદ્યાશાખાના એચ. ઓ. ડી. મયુરભાઈ હાલપરા તથા કોમર્સ વિદ્યાશાખાના સર્વે સ્ટાફગણ તરફથી વિધાર્થિનીઓને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news