હળવદમાં ખેડૂતોના વિરોધ વચ્ચે બ્રાહ્મણી 2 ડેમમાંથી પાણીના જોડાણો કટ કરાયા

- text


પાણી ચોરીના નામે અણીના સમયે જ સિંચાઈ માટે પાણી લેવાની મનાઈ ફરમાવી દેતા ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ : પાણી ન અપાઈ તો ખેડૂતો માલઢોર સાથે કલેકટર કચેરીએ મોરચો માંડશે

હળવદ : હળવદમાં આજે ખેડૂતોના ભારે વિરોધ વચ્ચે સિંચાઈ વિભાગે બ્રાહ્મણી 2 ડેમમાં ખેડૂતોના પાણીના તમામ જોડાણો કટ કરી દીધા છે અણી સમયે જ સિંચાઈ વિભાગે ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી લેવાની મનાઈ કરીને આજે આકરી કરીવાહી કરતા ખેડૂતોમાં જબરી આક્રોશ ફાટી નીકળ્યો છે અને જો ડેમમાંથી સિંચાઈ માટે પાણી લેવા નહીં દેવામાં આવે તો ખેડુતો કલેકટર કચેરીએ માલઢોર સાથે મોરચો માંડશે.

- text

હળવદ પંથકને ફરી ખેડૂતોને અણીના સમયે જ સિંચાઈ વિભાગે ડામ દીધો હોય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે જેમાં હળવદના બ્રાહ્મણી -2 ડેમમાં અપૂરતો પાણીનો જથ્થો હોવાથી આ પાણી પીવા માટે અનામત રાખીને સિંચાઈ વિભાગે ખેડૂતોને પિયત માટે પાણી લેવાની મનાઈ કરી હતી અને આજે બ્રાહ્મણી 2 ડેમમાં ગેરકાયદે પાણી ઉપડતા ખેડૂતો પર સિંચાઈ વિભાગે ધોસ બોલાવી હતી.સિંચાઈ વિભાગ પોલીસ બંદોબસ્ત સાથે બ્રાહ્મણી -2 ડેમ પર ત્રાટક્યું હતું અને ડેમમાંથી પાણીનો ઉપાડ કરતા ખેડૂતોના પાણીની લાઈનોના જોડાણો કટ કરી નાખ્યા હતા.જોકે ખેડૂતો 10 દિવસ સુધી પાક અને માલઢોર માટે પાણી આપવાની આજીજી કરી હતી.પરંતુ સિંચાઈ વિભાગે ખેડૂતોને વાત કાને ધર્યા વગર જ પાણીના જોડાણો કટ કરી નાખતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.ખેડૂતોએ રોષભેર જણાવ્યું હતું કે અત્યારે પકના જીવતદાન માટે પાણીની સખત જરૂરિયાત છે અને માલઢોરને પાણી ન મળે તો આ અબોલ પશુઓ પાણીના અભાવે તરસે મરી જાય તેવી ભીતિ છે. ખેડૂતોએ સરકાર અને સિંચાઈ વિભાગ સામે ઉગ્ર આક્રોશ દર્શાવી જો ડેમમાંથી પાણી ન લેવા દેવાય તો કલેકટર કચેરીએ માલઢોર સાથે મોરચો માંડીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text