મોરબીના નાની વાવડી ગામે કચ્છના માલધારીઓની 250 ગાયોના નિભાવની જવાબદારી ઉપાડી

ભૂખે તરસે ભભરડા નાખતી ગોમાતાને બચાવવા માલધારીઓએ મદદનો પોકાર કરતા ગ્રામજનો આવ્યા વ્હારે

ગ્રામજનોએ પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરીને મોતના મુખમાંથી ગોમાતાઓને ઉગારી લીધી

ચોમાસા સુધી ગોમાતાઓના નિભાવની ગ્રામજનોએ જવાબદારી લીધી

મોરબી : રાજ્યમાં ગતવર્ષે ઓછા વરસાદ પડતાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. ત્યારે કચ્છમાં દુષ્કાળની ગંભીર સ્થિતિ છે. માલધારીઓના માલઢોર પાણી અને ચારાના અભાવે ભૂખ તરસે  રિબાઈ રહ્યા હોવાથી માલધારીઓએ માલઢોરને બચાવવા માટે મોરબીના નાની વાવડી ગામે હિજરત કરી હતી. ત્યારે ગ્રામજનો ભૂખ તરસે ભભરડા નાખતી 250 જેટલી ગાયો માટે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરી છે અને ગામલોકોએ ચોમાસા સુધી આ ગાયોનો નિભાવ કરવાની જવાબદારી ઉઠાવી છે.

કચ્છમાં ગતવર્ષે સૌથી ઓછો વરસાદ પડતાં દુષ્કાળ પડ્યો છે. જાન્યુઆરી માસથી જ દુષ્કાળની ગંભીર સ્થિતિ ઉદભવી હતી. તેથી પાણીના સાસા પડવા લાગ્યા છે અને ધરાચારની મોટી તંગી ઉભી થઇ છે તેથી કચ્છના માલધારીઓને પોતાના માલઢોર નિભાવવા માટે કપરું બન્યું હતું. નજર સામે જ ભૂખ તરસે ભભરડા નાંખત અબોલ પશુઓ રિબાઈ રિબાઈને તરફડતા હોવાથી માલધારીઓ સ્થિતિ ખૂબ જ નાજૂક થઈ ગઈ હતી. તેથી માલધારીઓએ પોતાના માલઢોર બચાવવા માટે પાણી અને ચારની વ્યવસ્થા કરવા સરકાર સમક્ષ મદદનો પોકાર કર્યો હતો પણ સંવેદનહીન સરકારે અણીના સમયે મદદ ન કરતા  કચ્છના માલધારીઓની સ્થતી વધુને વધુ દયનિય બની ગઈ હતી. તેથી માલધારીઓને પોતાના અબોલ પશુઓને બચાવવા માટે હિજરત કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. જો કચ્છમાંથી માલધારીઓએ હિજરત કરી ન હોત તો તેમના પશુઓ કદાચ ભૂખ તરસે રિબાઈ રિબાઈને મોતને શરણે થઈ ગયા હોત અને માલધારીઓનું જીવન પણ ઘણું દુષ્કર બની ગયું હોત.

આજથી બે મહિના પહેલા કચ્છના માલધારીઓ 250 ગોમાતાઓ સાથે કચ્છમાંથી હિજરત કરીને મોરબીના નાની વાવડી ગામે આવ્યા હતા. નાની વાવડી ગામે માલધારીઓએ 250 ગોમાતાઓને બચાવવા માટે ગામલોકો સમક્ષ મદદનો પોકાર કર્યો હતો આથી ભૂખે તરસે ભભરડા મારતી લાચાર ગોમતાની હાલત જોઈને સરપંચ સહિતના ગ્રામજનો ગોમાતાઓની વાહરે આવ્યા હતા અને ગોમાતાઓને ગામના ઈશ્વરીય મહાદેવ પાસે ફેન્સીગ કરેલા કંપાઉન્ડમાં આશરો આપ્યો હતો. તેમજ ગામના બે પાણીના અવાડા ગોમાતા માટે ખુલ્લા મૂકી દીધા હતા. બે માસથી નાની વાવડી ગામના લોકો તથા આસપાસના લોકો આ ગોમતાની નિયમિત ઘાસચારો આપે છે. દરરોજ સવારે ગામનો કોઈને કોઈ માણસ ગોમતાની નીણ નાખે છે. આ રીતે બે માસથી લોકો ગોમતાની સેવા ચાકરી કરીને મોતના મુખમાંથી ઉગારી લીધી છે.

નાની વાવડી ગામના લોકો હિજરત કરીને આવેલી 250 ગોમાતાને ઘાસચારો અને પાણી નિયમિત આપીને બચાવી લીધી છે. દુષ્કાળ ગ્રસ્ત કચ્છમાં માલધારીઓ માટે સરકારે જે વ્યવસ્થા કરવી જોઈએ તે નાની વાવડી ગામના લોકોએ પૂરું પાડીને માનવ ધર્મ દિપાવ્યો છે. નાની વાવડી ગામના લોકો એટલું જ કહે છે કે, અમે પ્રસિદ્ધ માટે આ સેવાનું કામ કર્યું નથી. ગામલોકોએ માનવ ધર્મ બજાવ્યો છે. ગ્રામલોકોના સેવા કાર્યથી પ્રેરણા મેળવીને કદાચ કચ્છથી હિજરત કરીને અન્ય માલધારીઓ બીજા ગામ જાય તો ત્યાં પણ લોકો આવી મદદ કરે તેવો ગામલોકોનો ઉદેશ્ય છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news