મોરબીમા રોટરી ક્લબ દ્વારા કાલે ગુરૂવારે પરમાણુ ઉર્જા વિષય ઉપર સેમિનાર

મોરબી : મોરબીના રોટરી ક્લબ દ્વારા આવતીકાલે તારીખ 16ને ગુરુવારે ડો. નીલમબેન ગોયલના પરમાણુ ઉર્જા વિશેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ જીમખાના ખાતે રાત્રે 9:00 કલાકે યોજાશે.

સેમિનારમાં ભારતની પરમાણુ સહેલી ડો. નીલમબેન ગોયલ દ્વારા પરમાણુ ઉર્જા વિશે માહિતી આપવામાં આવશે. આ મિટિંગ ઉપરાંત રાત્રે 8:30 વાગ્યે રોટેરીયનો, સ્પાઉસ તથા મહેમાનો સાથે ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ડિનરના સ્પોન્સર રોટેરીયન પી પી કમલેશભાઈ દફતરી તથા રોટેરીયન ડો. પરાગભાઇ પારેખ છે. અત્રે નોંધનીય છે, કે તારીખ 25 અપ્રિલના રોજ રાજ પરમારે બાળકો મટે સુવર્ણપ્રાશનના ફાયદા વિશે માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમાં ઉપસ્થિત રહેવા માટે રોટરી ક્લબ, મોરબીના સેક્રેટરી રોટેરિયન અબ્બાસભાઈ લાકડાવાલા દ્વારા રોટરી કલબના સભ્યોને અનુરોધ કરવામાં આવ્યો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news