મોરબીના સીરામીક ઉદ્યોગોને રાજકોટ મહાપાલિકા ટ્રીટેડ પાણી આપશે

ગંદા પાણીને શુદ્ધ કરીને તેને ફરીથી ઉપયોગમા લાવવાની પદ્ધતિથી ચોમાસા સુધીની પાણીની તંગી નિવારાશે

મોરબી : રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં મોરબી સુધી નર્મદાનું પાણી ખેંચી લાવીને પહોંચાડવામાં આવે છે ત્યારે હવે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગ માટે રાજકોટનું ટ્રીટેડ થયેલું પાણી પહોંચાડવાની યોજના આકાર લઈ ચુકી છે.

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા તાજેતરમાં જ ઉદ્યોગપતિઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં નક્કી થયા મુજબ રાજકોટની ગટરનું પાણી હવેથી શુદ્ધ કરી ફરી એકવાર વાપરવા યોગ્ય બનાવી બાંધકામ માટે તેમજ શાપર-વેરાવળ, મેટોડા, ભક્તિનગર સહિતના ઔદ્યોગિક એકમો સહિત છેક જેતપુરનો સાડી ઉદ્યોગ તથા મોરબીના સીરામીક એકમો માટે મોકલવાની દરખાસ્તને આખરી ઓપ અપાયો છે.

મોરબીના સિરામિક એકમોની પાણીની જરૂરિયાત સંતોષવા માટે રાજકોટથી મોરબી સુધી આલાયદી પાણીની પાઇપ લાઈન દોડાવીને આ પાણી સિરામિક એકમોને પહોંચાડવામાં આવશે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ કરેલું પાણી, સીરામીક ઉદ્યોગ તેમજ બાંધકામ ઉદ્યોગની પાણીની પ્રચંડ તરસ છીપાવશે એવું આ નિર્ણયથી ફલિત થઈ રહ્યું છે. આ માટેની કાર્યવાહી ચાલુ નાણાકીય વર્ષમાં શરૂ થશે તો આવનારા ઉનાળા પહેલા કમસેકમ મોરબીના સીરામીક ઉધોગ માટે પાણીની કાયમી સમસ્યાનો નિવેડો આવશે. જો કે આ પાણી માટે કોઈ ચાર્જ લેવામાં આવશે કે ક્યાં નિયમો હશે એ હજુ સ્પષ્ટ થયું નથી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news