મોરબીના લાતીપ્લોટમાં કારખાનામાં આગ લાગી

ફાયરબ્રિગેડની ઘટના સ્થળે

મોરબી : મોરબીના લાતીપ્લોટમાં આવેલા એક કારખાનામાં અચાનક જ આગ લાગી હતી. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

મોરબીના લાતીપ્લોટ શેરી નંબર 2 માં આવેલા પૂંઠાના કારખાનામાં આગ લાગતા ફાયરબ્રિગેડ વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું. સુત્રો માંથી મળતી વિગતો મુજબ નવયુગ નામના કારખાનામાં આગ લાગી હતી. અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. હાલ ફાયરબ્રિગેડ વિભાગના કર્મચારીઓએ આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધર્યા છે. આગનું કોઈ કારણ જાણવા મળ્યું નથી અને આગથી કેટલી નુકશાની થઈ તે વિગતો પણ હજુ જાણવા મળી નથી.