મોરબી રેડિયોમાં આજે સાંભળો સ્વરાંગન સ્ટુડિયોના હંસરાજભાઇ ગામીને

મોરબી રેડિયોના કાર્યક્રમોના રેકોર્ડિંગ માટે સ્ટુડિયો આપનાર હંસરાજભાઇ ગામી સાથે આર.જે. રવિ બરાસરા ‘મહેમાનો ઓ વ્હાલા’ કાર્યક્રમમાં સીધો સંવાદ કરશે

મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં સ્વરાંગન સ્ટુડિયોના માલિક, કે જેઓએ મોરબી રેડિયોના કાર્યક્રમોના રેકોર્ડિંગ માટે જગ્યા પુરી પાડી, એવા હંસરાજભાઇ ગામી સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે.

મોરબી અપડેટ દ્વારા મોરબીનો એક અલાયદો રેડિયો શરૂ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કરી બતાવનાર પ્રતિભાઓ વિષે લોકોને જાણકારી આપવા માટે દરરોજ રાત્રે 9 થી 10 ‘મહેમાનો ઓ વ્હાલા’ શો શરુ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ પ્રતિભાઓને બોલાવીને તેમની સાથે સીધો સંવાદ કરવામાં આવે છે.

આજે આ શોમાં સ્વરાંગન સ્ટુડિયોના માલિક હંસરાજભાઇ ગામી મહેમાન બનવાના છે. ઉલ્લેખનીય છે, કે મોરબી રેડિયોને જયારે ખોળિયાની જરૂર હતી, એટલે કે કાર્યક્રમો રેકોર્ડ કરવા માટે સ્ટુડિયોની જરૂર હતી, ત્યારે હંસરાજભાઇ ગામી દ્વારા મદદ કરવામાં આવી હતી. હંસરાજભાઈ ગામી આમ તો મોરબીમાં બિલ્ડર અને ઉદ્યોગપતિ છે, પરંતુ અંદરથી કલારસિક જીવ છે.મોરબીમાં નાના કલાકારોને મંચ પૂરો પાડવા માટે તથા રિયાઝ અને રેકોર્ડિંગ કરવા માટે તેઓએ પોતે લાખોના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એવા સાઉન્ડપ્રૂફ ‘સ્વરાંગન’ સ્ટુડિયોની સ્થાપના કરી છે, કે જેમાં મોરબી જિલ્લાનો કોઈ પણ કલાકાર ગમે ત્યારે કોઈ પણ ફી ચૂકવ્યા વિના પોતાનું રેકોર્ડિંગ કરી શકે છે આ ઉપરાંત કલાકારોને તેમના વ્યક્તિગત સમસ્યાઓ સમયે તેમજ કલા જીવંત રહે તે માટે તેઓએ ઘણા કાર્યો કર્યા છે. તો આવનારા સમયમાં તેઓ કલાકારોને મદદ પુરી પાડવા માટે થતા પ્રયાસો તથા તેમના અંગત જીવન વિશે ચર્ચા કરવા માટે આર.જે. રવિ બરાસરા તેમની સાથે સીધો સંવાદ કરશે. ઓ આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શો સાંભળવાનું ચૂકશો નહીં. આ કાર્યક્રમ આવતીકાલે સવારે 11 થી 12 દરમિયાન રિપીટ પણ થવાનો છે. મોરબી રેડિયોને લગતી કોઈ પણ માહિતી માટે 9537676276 પર સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news