વાંકાનેરમાં અંગત અદાવતમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી

વાંકાનેર : વાંકાનેરમાં અંગત અદાવતમાં યુવાનને બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઇ છે.આ બનાવ અંગે વાંકાનેર શહેરમાં આવેલ આંબેડકર શેરી નંબર 2માં રહેતા રમેશભાઈ વશરામભાઈ ચાવડા ઉ.વ.46એ તે જ વિસ્તારમાં રહેતા વિજય વાઘજીભાઈ સુમસેરા, અજય વાઘજીભાઈ સુમસેરા સામે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓને અગાઉ ફરિયાદી સાથે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી.તે બાબતનો ખાર રાખી આરોપીઓ ગત તા.13ના રોજ તેમના ઘરની ડેલીમાં પથ્થરો મારીને ફરિયાદીને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news