મોરબીમાં શ્રમિક યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત

 

મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર લેબર કવાર્ટરમાં શ્રમિક યુવાનને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ કવાંટ જી. છોટાઉદેપુર અને હાલ મોરબીના પીપળી રોડ ઉપર આવેલ કોરીયલ સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા જીગરકુમાર રમેશભાઈ રોહિત (ઉ.વ.૧૭) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના કવાર્ટરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા માટે મૃતક યુવાનના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.