મોરબીમાં અજરામર એક્ટિવ એસોર્ટ ગૃપ દ્વારા રાહદારીઓને સરબતનું વિતરણ

મોરબી : મોરબીમાં અજરામર એક્ટિવ એસોર્ટ ગ્રૂપ દ્વારા આજે જૈન શાસન સ્થાપના દિવસના શુભ દિને છોટાલાલ પેટ્રોલપંપની બાજુમાં બસ સ્ટોપ, શનાળા રોડ ખાતે ઠંડા શરબતનું રાહદારીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.

વર્ષ ૨૦૧૬થી કાર્યરત અજરામર એક્ટિવ એસોર્ટ ગ્રૂપ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ ચલાવવામાં આવી રહી છે. હાલ ધોમધખતા તાપમાં રસ્તા ઉપર જતા રાહદારીઓને ઠંડક મળે તેવા આશયથી ગૃપ દ્વારા આજે
જૈન શાસન સ્થાપના દિવસના શુભ દિને છોટાલાલ પેટ્રોલપંપની બાજુમાં બસ સ્ટોપ, શનાળા રોડ ખાતે ઠંડા સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં રાહદારીઓએ લાભ લીધો હતો. સંસ્થાના પ્રમુખ ગુણવંતભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ સંસ્થાના સભ્યોએ જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news