મોરબી અને વાંકાનેરમાંથી ચીલઝડપ કરનાર ચીખલીગર ગેંગની બે સમડી રાજકોટથી ઝડપાઈ

- text


મોરબી : થોડા સમય પહેલા મોરબી અને વાંકાનેરમાંથી બે મહિલાઓના ગળા અડવા કરનાર બે શખ્સોને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડતા કુલ સાત ચીલઝડપના કેસો ઉકેલાયા છે. આ સાત કેસોમાં બે કેસ મોરબી અને વાંકાનેરના છે.

રાજકોટ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે રાજકોટના લીંબડા ચોંક નજીકથી બે અજાણ્યા બાઇક સવારને શંકાના આધારે અટકાવી પૂછપરછ કરતા બન્ને શખ્સો કુખ્યાત ચીખલીગર ગેંગના સાગરીતો હોવાનું સામે આવ્યા બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના એચ.એન.ગઢવીની આગવી ઢબની પૂછપરછમાં પોપટ બની ગયેલા બન્ને શખ્સોએ કુલ સાત ચિલઝડપ કર્યાની કબૂલાત આપી હતી.

જેમાં થોડા સમય પહેલા મોરબીના સામા કાંઠે ઉમા ટાઉનશીપમાં રહેતા પ્રવીણાબેન લલિતભાઈ ઘોડાસરા નામના મહિલા વિદ્યુતનગરના ઢાળીયા પાસેથી પગપાળા પસાર થતા હતા ત્યારે બાઇક પર ઘસી આવેલા બે અજાણ્યા શખ્સોએ ઝોંટ મારીને ગળામાં પહેરેલો સોનાનો ચેન ખેંચી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત વાંકાનેરની બ્રાહ્મણ ભોજનશાળા પાસે રહેતા જ્યોત્સનાબેન રમેશભાઇ નામના મહિલાએ પણ અજાણ્યા બાઇક સવાર બે શખ્સો ગળામાં પહેરેલો નવ ગ્રામનો સોનાનો ચેઇન ઝુંટવી ગયાની ફરિયાદ નોંધાવી હતી.

- text

આ બન્ને બનાવોને અંજામ આપનાર ચીખલીગર ગેંગના બે સાગરીતોને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લેતા આ બન્ને ગુન્હાનો ભેદ ઉકેલાયો છે. ઝડપાયેલા બન્ને શખ્સો ચાણસ્મા ખાતે રહેતા રાજસિંગ નારસિંગ ખીચી ઉં. વ.23 તથા શક્તિસિંગ ઉર્ફે ગધો અવતારસિંગ ખીચી ઉં.વ.20 કોઈ એક શહેરમાંથી બાઇકની ચોરી કરી અન્ય શહેરમાં જઈને ચિલઝડપને અંજામ આપવાની મોડેસ ઓપરેન્ડી ધરાવતા હોવાનું સામે આવ્યું છે. આ પ્રકારની એમ.ઓથી આ આરોપીઓએ મોરબી, વાંકાનેર, અંજાર અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં કુલ સાત ચિલઝડપને અંજામ આપ્યાની કબૂલાત કરતા મોરબી અને વાંકાનેરના બનાવ સંદર્ભે મોરબી પોલીસે આરોપીનો કબજો લેવા તજવીજ આદરી છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી અલગ અલગ જગ્યાએથી ચિલઝડપ કરેલા કુલ સાત ચેઇન કિંમત રૂ 3.17 લાખના મુદ્દામાલની રિકવરી કરવામાં આવી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text