મોરબીમાં શિખરબદ્ધ મંદિરના શિલાન્યાસ મહોત્સવના ઉપક્રમે અપુર્વમુનિનો પ્રેરણા સમારોહ યોજાયો

તમામ દુઃખ દર્દોને અનુભવ્યા વગર મટાડીને પરમ શાંતિનો અહેસાસ કરાવે એ જ આધ્યાત્મ : અપૂર્વમુની સ્વામી

મોરબી : મોરબીમાં બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના શીખરબદ્ધ મંદિરના શિલાન્યાસના ઉપક્રમે અપૂર્વમુની સ્વામીનો પ્રેરણા સમારોહ યોજાયો હતો.જેમાં અપૂર્વમુનિએ માણસના તમામ દુઃખદર્દોનો ઉપાય અધ્યાત્મ ચિંતનમાં રહેલો હોવાનું જણાવ્યું હતું.જ્યાં સાયન્સ અને ટેકનોલોજીનો અંત આવે છે ત્યાંથી જ અધ્યાત્મ શરૂ થયા છે દુઃખ અનુભવ્યા વગર જ પરમ શાંતિનો અનુભવ કરાવે એ સાચું અધ્યાત્મ છે.

મોરબીમાં બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના શિખરબદ્ધ મંદિરના શિલાન્યાસ નિમિતે તાજેતરમાં થિક ડિફરન્ટ, બી.ડિફરન્ટ વિષય પર અપુર્વમુનીનું વક્તવ્ય યોજાયું હતું.જેમાં અપૂર્વમુનિએ આધુનિક જીવનશૈલીમાં કારણ વગર માનસિક બોજ લઈને ફરતા લોકોની ચિતા પર હળવો કટાક્ષ કરીને તમામ માનસિક દુઃખદર્દોનો અધ્યાત્મ એક જ ઈલાજ હોવાનું જણાવ્યું હતું.તેમણે પોતાના અનુભવો અને એક વ્યક્તિની અસાધ્ય બીમારીને ટાંકીને જણાવ્યું હતું કે ,એ માણસને આંતરડાનું કેન્સર થયું હતું અને જીવનપર્યત મળની કોથળી બહાર લટકાવી રાખવી પડતી હતી.આવી પરિસ્થિતિમાં પણ તેને કોઈ ફરિયાદ ન હતી.તે સામાન્ય વ્યક્તિની જેમ નોર્મલ બનીને તમામ કામ પુરી નિષ્ઠાથી કરતો હતો.પરંતુ અમુક લોકો એવા હોય છે કે, રોગ હજુ જોજનો દૂર હોય છે.તો પણ માનસિક રીતે બીમારીનો ભોગ બન્યા હોવાનું માનીને કારણ વગરની ઉપાધીનો બોજ લઈને ફરતા હોય છે.મોટાભાગે તમામ રોગોનું મૂળ મામસીક હોય છે.જો માણસ માનસિક રીતે સ્વસ્થ હોય તો તેને કોઈ બીમારી સ્પર્શી શકતી નથી.ખાસ કરીને ઓપરેશન કરતા પહેલા ડોકટર દર્દીને એનેસ્થિયાનું ઇન્જેક્શન આપે છે.જેથી સર્જરી વખતે આપણ શરીરને થતું દુઃખ દેખી શકીએ પણ અનુભવાતું નથી.એટલે માણસને કોઈ અસર થતી નથી.આવી જ રીતે આધ્યાત્મિક થવાથી માણસને કોઇપણ પ્રકારનું દુઃખ દર્દ અનુભવાશે નહિ અને માણસને પરમ શાંતિ મળશે એટલે માનસિક પરમ શાંતિ મેળવી હોય તો આધ્યાત્મિક જ શ્રેષ્ઠ માર્ગ છે.જે માણસો મનની દુઃખી છે.તેમણે માનસિક રીતે સ્વસ્થતા મેળવે આધ્યાત્મિક બનવું જરૂરી છે.આ તકે ધારાસભ્ય બ્રિજેશ મેરજા, સીરામીક એસોના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા, કિરીટભાઈ પટેલ, શિક્ષણ અગ્રણી પી.ડી કાજીયા, એડિશનલ કલેકટર કેતન જોશી, તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ,ઉધોગપતિઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news