વાંકાનેર : સરતાનપર ગામે થયેલ હત્યાનો ભેદ ચાર દિવસ બાદ પણ અકબંધ

- text


મૃતકના પત્ની અને ત્રણ દીકરીઓ સાથે તેમના માતા-પિતાનો વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે કરૂણ કલ્પાંત : હત્યારાઓ પોલીસ પહોંચથી દૂર

વાંકાનેર : સરતાનપર ગામે મેલડી માતાજીના મંદિરના ચોગાનમાં ગત તા. ૯/૫/૧૯ની રાત્રિના સમયે એક બિહારી શખ્સ મુન્નાભાઈ લલનભાઈ ચોબીની ગળું કાપી રહસ્યમય હત્યા કરવામાં આવેલ. સ્થાનિક લોકો આ હત્યા અંધશ્રદ્ધામાં બલી આપી હોવાની શક્યતાઓ દર્શાવી રહ્યા છે કારણ મૃતકનું ધડથી માથું નોખું કરી નાખવામાં આવેલ એ ઉપરાંત મોઢા પર અને નીચે મીઠું (નમક)ની હાજરી જોવા મળેલ જે અંધશ્રદ્ધામાં હત્યા કરી હોવાની શક્યતાઓ દર્શાવે છે પરંતુ એવું પણ હોઈ શકે કે કોઈએ તેની હત્યા કરી પોલીસ તપાસને ચકરાવે ચડાવવા મીઠું (નમક) હત્યા બાદ નાખવામાં આવેલ હોય પરંતુ ચાર ચાર દિવસ થવા છતાં તપાસનીસ પોલીસ આ હત્યાકાંડનું પગેરું શોધવામાં નિષ્ફળ નીવડેલ છે અને આ ચકચારી હત્યા કાંડ પાછળનું કારણ શું? અને હત્યારા કોણ? તે પ્રશ્નો અણઉત્તર રહેલ છે.

મૃતકના માતા-પિતા, પત્ની અને તેમની ત્રણ નાની દીકરીઓ પિતાની છત્રછાયા ગુમાવી બેઠી છે તેમના પરિવાર પર તો મુસીબતનો પહાડ પડ્યો છે તેઓ પોલીસ પાસે ન્યાયની આશા એ બિહારથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવી ન્યાયની ભીખ માગી રહ્યા છે અને તાત્કાલિક હત્યારાઓને પકડી કઠોરમાં કઠોર સજા અપાવવા વિનંતી કરી રહ્યા છે તેમજ તેમનું કરૂણ કલ્પાંત બતાવી રહ્યું છે કે ઘરના મોભી જવાથી પરિવાર પર કેવું દુઃખ આવી પડે છે.

- text

તપાસનીશ અધિકારી દ્વારા જણાવવામાં આવેલ છે કે આ હત્યાકાંડની દરેક ઝીણામાં ઝીણી વિગતો મેળવી રહ્યાં છીએ અને પોલીસની અલગ અલગ ટીમ બનાવી ત્રણ દિશામાં તપાસ તેજ ગતિએ ચાલી રહી છે અમારું કામ સાચા હત્યારાઓ સુધી પહોંચવાનું છે અને અમે તેમાં ટૂંક સમયમાં સફળતા હાંસલ કરીશું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text