હળવદ તાલુકાના દવાખાના જ બિમાર : સ્ટાફ વગર રાહ જોતાં દર્દીઓ

- text


 

પંથકમાં લાખો રૂપિયાના ખર્ચે દવાખાના તો બનાવાયા પરંતુ તેનો નિભાવ કરવામાં તંત્ર નિષ્ક્રિય

હળવદ : હળવદ તાલુકાના વિવિધ ગામડાઓમાં પીએચસી સેન્ટર ખોલવામાં આવ્યાં છે જેમાં રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચ કરી દવાખાના તો ઉભાં કરી દેવામાં આવ્યાં છે પરંતુ ‘શોભાના ગાઢીયા સમાન’આ દવાખાનામાં ક્યારેય પણ સારવાર મળતી જ નથી.પંથકના વિવિધ ગામોમાં વેગડવાવ, જુના ઈશનપુર, જોગડ,કિડી,સહિતના ગામોમાં દવાખાના બનાવ્યા છે ‘ખાટલે મોટી ખોટી ખોટ’ તો એ છે કે કર્મચારીઓ વગર દવાખાના શુ કરવાનાં ? ગામડાઓમાં બિમારી સમયે કે પ્રસુતિ સમયે ડોક્ટર ન મળવાથી લોકો પરેશાન થઈ રહ્યાં છે સાથે ખેડુતોને જંગલી પશુ કરડવાની કે સર્પ દંશની સારવાર મળે તેવી પણ કોઈ જાતની સુવિધા નથી.

- text

હળવદ તાલુકાના વિવિધ ગામોમાં ત્રણ વર્ષ પહેલાં જ દવાખાના બનાવવામાં આવ્યા છે જેમાં સારવાર માટે કર્મચારીઓ ફાળવવામાં નહીં આવતા દવાખાનાઓ ધુળ ખાઈ રહ્યાં છે ત્યારે વહેલી તકે ગામડાઓમાં પ્રાથમિક સારવાર મળી રહે તે માટે સ્ટાફ ફાળવણી કરવા લોકમાંગ ઉઠી છે.

- text