મોરબી : સમાજ સુરક્ષા વિભાગે પાંચ બાળ લગ્ન અટકાવ્યા

- text


સમૂહ લગ્નમાં થતા બાળ લગ્ન અટકાવતું તંત્ર

મોરબી : મોરબીમાં સમૂહ લગ્નમાં બાળ લગ્ન થતા હોવાની ફરિયાદ મળતા મોરબી સમાજ સુરક્ષા વિભાગની ટીમે ચેકીંગ હાથ ધરી કુલ પાંચ બાળ લગ્ન અટકાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

મોરબી જીલ્લામાં વિવિધ વિસ્તારમાં સમૂહ લગ્નનું આયોજન હોય જેમાં એક સમુલગ્ન સમિતિમાં લગ્નનું આયોજન હોય જેમાં બાળ લગ્ન અંગે મળેલ ફરિયાદનાં આધારે ૧ દીકરી તથા 3 દીકરાઓની ઉંમર પુખ્ત ના હોય જેથી તેઓનાં દસ્તાવેજ ની ખરાઈ કરતા માલુમ પડેલ કે તેઓની ઉંમર કાનૂની માર્યાદા કરતા ઓછી હોય. જેથી તે બાળ લગ્ન હોય માટે મોરબી સમાજ સુરક્ષા અધિકારી દ્રારા અટકાવેલ તેમજ મોરબી સીટી માં અન્ય વિસ્તારમાં ૧ બાળ લગ્ન થતા હોય આવી ફરિયાદ મળેલ જે તપાસ કરતા અને ઉંમર નાં દસ્તાવેજ ખરાઈ કરતા દીકરાની ઉંમર પુખ્ત ન હોય જેની લગ્ન ની અટકાયત કરેલ. જેમાં જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી અનિલા એફ. પીપલીયા, પ્રોબેશન ઓફિસર એસ.વી.રાઠોડ, બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ શેરશીયા, રંજનબેન મકવાણા, તેમજ મોરબી પોલી ને સાથે રાખી આ બાળ લગ્નો અટકમાંમાં આવયા હતા.

- text