ટંકારાના લજાઈ ગામે કાલે બુધવારે જોગબાપુની 42મી નિર્વાણતિથિ ઉજવાશે

- text


જોગબાપુના નિર્વાણ દિન નિમિત્તે ગુરુપૂજા, સંપુટ રામાયણ ધૂન, મહાઆરતી મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે

ટંકારા : ટંકારાના લજાઈ ગામે આવેલ જોગબાપુના આશ્રમ ખાતે કાલે તા.15ના રોજ જોગ આશ્રમ નવનિર્માણ સમિતિ દ્વારા જોગ બાપુની 42મી નિર્વાણ તિથિ ભક્તિભાવ પૂર્વક ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જોગબાપુના નિર્વાણ દિન નિમિત્તે કાલે ગુરુપૂજા, નકલંક મંડળ બગથળા તથા સુંદરકાંડ મંડળ વિરપર મચ્છુ દ્વારા સંપુટ રામાયણ ધૂન અને મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડી જોગબાપુના દર્શન કરીને આ કાર્યક્રમોનો લાભ લઈને ધન્યતા અનુભવશે .

અત્રે ઉલ્લેખનીય છે કે, ટંકારાના લજાઈ ગામે વર્ષોથી જોગબાપુના બેસણા છે.વર્ષો પહેલા પૂજ્ય બાપુએ લજાઈ ગામની પાદરમાં આશ્રમ બનાવ્યો હતો અને જોગબાપુએ આ આશ્રમને પોતાની તપોભૂમિ બનાવીને કઠોર તપસ્યા કરીને અનેક ભક્તોને કૃતાર્થ કર્યા હતા.તેમજ દિન દુઃખીયાના દુઃખ દર્દો પણ દૂર કર્યો હતા.બાદમાં પૂજ્ય બાપુએ દેહવિલય માટે થાન ખાતે મુકામ કરીને ત્યાંજ દેહવિલય કર્યો હતો.ત્યારે લજાઈ ગામે આવેલા જોગબાપુના આશ્રમે નિયમિત પૂજા અર્ચના થાય છે અને જોગબાપુના આશ્રમનું નવ નિમાર્ણ કરાયું હતું.અનેક લોકો પૂજ્ય બાપુના દર્શને આવીને ધન્યતા અનુભવે છે.ત્યારે આવતીકાલે તેમની નિર્વાણ તિથિ ઉજવાશે.જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text