વાંકાનેરના પંચાસિયા ગામે 7 ખેડૂતની વાડીમાંથી 1 હજાર ફૂટ કેબલ વાયરની ચોરી

- text


ખેડૂતોની લેખિત ફરિયાદના આધારે વાંકાનેર પોલીસે તપાસ શરૂ કરી

વાંકાનેર : વાંકાનેરના પંચાસિયા ગામે આવેલી અલગ અલગ વાડીઓમાં તસ્કરો ત્રાટકયા હતા. અને સાત ખેડૂતોની અલગ અલગ વાડીમાંથી 1 હજાર ફૂટ કેબલ વાયરની ચોરી કરી ગયા હતા.ખેડૂતોએ આ ચોરીના બનાવ અંગે વાંકાનેર પોલીસને લેખિત ફરિયાદ કરી હતી.

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના પંચાસિયા ગામે આવેલી અલગ અલગ વાડીઓમાં થોડા સમય પહેલા કેબલ વાયર ચોરીનો બનાવ બન્યો હતો.જેમાં વાંકાનેરના પંચાસિયા ગામે રહેતા હુસેનભાઈ અહમદભાઈ મથકિયા, કડીવાર અકબરભાઈ અમીભાઈ, શેરસિયા યાકુબભાઈ અમીભાઈ ,ખોરજીયા મુસ્તફા અબ્દુલભાઇ, શેરસિયા મહેબૂબભાઈ રહીમભાઈ, માંથકિયા ઇબુંદીનભાઈ ઇબ્રાહિમભાઈ, સિપાઈ હુસેનભાઈ અલીભાઈની વાડીઓમાં થોડા સમય પહેલા તસ્કરો ત્રાટકયા હતા અને આ સાતેય ખેડૂતોની વાડીમાંથી તસ્કરો આશરે 1 હજાર ફૂટ કેબલ વાયરની ચોરી કરી ગયા હતા.તેથી આ બનાવ અંગે ખેડૂતોએ વાંકાનેર પોલીસમાં લેખિત ફરિયાદ કરતા પોલીસે આ કેબલ વાયર ચોરીના બનાવનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text