મોરબીમાં બે સગા ભાઈઓ ઉપર ટોળાનો ઘાતક હથિયારો વડે હુમલો

- text


 

ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્ને ભાઈઓને હોસ્પિટલમાં ખસેડાયા

મોરબી : મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં આજે બે સગા ભાઈઓ ઉપર એક ટોળાએ તલવાર અને કુહાડી સહિતના ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા બન્ને ભાઈઓને બાદમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લાતી પ્લોટ-૧૪મા ખ્વાજા પેલેસ પાસે રફીકભાઈ અબ્દુલભાઈ રાજા (ઉ.૨૩)અને શબીર અબ્દુલભાઈ રાજા (ઉ.૨૧) નામના બે સગા ભાઈઓ ઉપર ૧૫ થી ૨૦ શખ્સોના ટોળાએ તલવાર, કુહાડી જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામા બન્ને ભાઈઓને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને આયુષ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ આ મામલે એ ડિવિઝન પોલીસમા ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- text