માનસિક અસ્વસ્થતાને કારણે રાજકોટથી વાંકાનેર પહોંચી ગયેલી પરણીતાંનું પતિ સાથે પુન:મિલન

મોરબી 181 અભયમ ટીમની સતર્કતાથી પરણીતાંની જિંદગી રોળાતા બચી

મોરબી : રાજકોટથી એક પરણીતાં માનસિક અસ્વસ્થતાના કારણે સાનભાન ગુમાવીને રીક્ષામાં બેસીને વાંકાનેર હાઇવે પર પહોંચી ગઈ હતી.કોઈ જાગૃત નાગરિકે આ બાબતની જાણ કરતા મોરબી 181 અભયમની ટીમે ત્યાં દોડી જઈને આ મહિલાનું કાઉન્સેલીગ કરીને તેના પતિ સાથે પુનમિલન કરાવ્યું હતું.181 અભયમ ટીમની સતકર્તાથી આ મહિલાની જિંદગી રોળાતા બચી હતી.

મોરબી 181 અભયમ ટીમે આ બનાવની આપેલી વિગત મુજબ રાજકોટના કોઠારીયા રોડ પર રહેતી પાર્વતીબેન ગુણવંતભાઈ નામની પરણીતાં પોતાની નબળી માનસિક સ્થિતિને કારણે ગઈકાલે ઘરેથી નીકળી ગઈ હતી અને રીક્ષામાં બેસીને વાંકાનેર હાઇવે પર આવેલી તીર્થ હોટલ પાસે પહોંચી ગઈ હતી. માનસિક અસ્વસ્થતાને કારણે સાનભાન ન રહેતા અહીંયા પહોંચી ગયા બાદ ગુમસુમ બની ગઈ હતી.આ અજાણી સ્ત્રીની મુંઝવણભરી સ્થતી જોઈને પરિસ્થિતિ પામી ગયેલા એક જાગૃત નાગરિકે આ બનાવ અંગે મોરબી 181 અભયમ ટીમને જાણ કરી હતી.જેના પગલે 181 ટીમ ત્યાં દોડી જઈને પરણીતાનું કાઉસેલીગ કર્યું હતું.જેમાં આ પરણીતાએ કહું હતું કે ,પોતે કેવી રીતે અહીંયા આવી ગઈ તેની ખબર જ નથી રહી.આથી પરણીતાં પાસેથી તેના પતિનો કોન્ટેક કરીને મોરબી 181 અભયમ ટીમ પ્રવિણાબેન પંડયા, પટેલ સેજલબેન, કાજલબેન, ભારતીબેન તથા પાયલોટ રવિભાઈએ આ પરણીતાંનું તેના પતિ સાથે મિલન કરાવ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news