બાવળામાં યુવતીની હત્યા સહિતના વિવિધ મુદ્દે હળવદ દલિત સમાજમાં રોષ

- text


 

તાલુકાના દલિત સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવી આક્રોશ વ્યક્ત કર્યો

બાવળામાં દલિત સમાજની યુવતીની હત્યા અને રાજસ્થાનના અલવરમાં બનેલ ચકચારી બળાત્કાર કાંડમાં યુવતી પર થયેલ સામુહિક બળાત્કાર તેમજ કડી તાલુકામાં દલિત સમાજના લગ્ન પ્રસંગે વરઘોડો નહી કાઢવા દેવા સહીતના વિવિધ પ્રશ્નોનો મામલે હળવદ તાલુકા દલિત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી શખ્ત શબ્દોમાં વખોડીને ન્યાયિક તપાસ કરી ને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં દલિત સમાજની યુવતી પર ત્રણ વ્યક્તિઓ દ્વારા છરીના ધા ઝીકીને હત્યા કરી હતી અને કડી તાલુકાના લોર ગામે દલીત સમાજના યુવાનના લગ્ન પ્રસંગે વરરાજાને ફુલેકામાં ઘોડા પર બેસી ને ફુલકુ નહી કાઢવા દેતા તેમજ રાજસ્થાનમાં દલિત સમાજની યુવતીને લુટી અને સામૂહિક બળાત્કાર કરીને વિડીયો વાયરલ કરતા સમગ્ર બનાવના પગલે હળવદ તાલુકાના દલિત સમાજે શખ્ત શબ્દોમાં વખોડી કાઢીને રોષ વ્યક્ત કર્યો હતો અને હળવદ મામલતદારને આવેદનપત્ર આપીને ગુનો કરનાર આરોપીઓને ઝડપી પાડી કડડમાં કડક સજા કરવાની માંગ કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યાનુસાર ગુજરાતમાં ઠેર ઠેર વિસ્તારમાં દલિત સમાજ પર અત્યાચારોના ચિંતાજનક બનાવો વધવા પામ્યા છે ત્યારે રાજય સરકાર પોલિસ તંત્રને તટસ્થ તપાસ કરવાની સૂચના આપવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી.

- text

આ તકે હળવદ દલિત સમાજના યુવાનો બહોળી સંખ્યામાં જોડાઈ મામલતદારને આવેદન પાઠવ્યો હતો અને દલિત સમાજને ન્યાય મળે તેવી ઉગ્ર રજૂઆત કરાઈ હતી.

- text