મોરબીમાં વાલ્મિકી સમાજના 7માં સમૂહલગ્ન યોજાયા

- text


વાલ્મિકી સમાજની 11 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા

મોરબી : મોરબીમાં વાલ્મિકી સમાજના 7માં સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વાલ્મીકિ સમાજની 11 દિકરીઓએ લગ્નગ્રંથિથી જોડાઈને દામ્પત્ય જીવનની મંગલમય શરૂઆત કરી હતી.

મોરબીમાં રતિદેવ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને વાલ્મીકિ સમૂહલગ્ન સમિતિ મોરબી જિલ્લા દ્વારા તાજેતરમાં વાલ્મિકી સમાજના 7માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાલ્મિકી સમાજના 11 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા.રતિદેવ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ બકુલભાઈ પઠાણ અને વાલ્મિકી સમૂહલગ્ન સમિતિના પ્રમુખ જગદીશભાઈ વાઘેલા અને રતિદેવ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના મહામંત્રી સુભાષભાઈ પુરબીયા તથા અન્ય આગેવાનો પંચ પટેલ ચમનભાઈ સોલંકી ,ઇન્દ્રજીતભાઈ સોલંકી અને પ્રદીપભાઈ વાઘેલા સહિતની ટીમે 11 દીકરીઓને હસીખુશીથી પરણાવી સાસરે વળાવી હતી તેમજ ઠાઠમાઠ વગર એકદમ સાદાઈથી સમૂહલગ્ન યોજી દાંડિયારાસ, પાર્ટી અને મોંઘું જમણવાર જેવા ખોટા ખર્ચ બંધ કરીને આયોજકોને સહકાર આપવા સમાજને સંદેશ આપ્યો હતો.

આ સમુહ લગ્નોત્સવ સફળ બનાવવા જમણવાર દાતાઓ પી.ડિ કાંજીયા નવયુગ સ્કૂલના પ્રમુખે ખૂબ મોટો ફાળો આપ્યો હતો. આ કાર્યકમમાં કાન્તીભાઈ અમુતીયા – પૂર્વ ધારાસભ્ય, મોરબી વોર્ડ નં ૧૩ ના કાઉન્સિલર ભરતભાઈ જારીયા , જયરાજસિંહ જાડેજા, ભાજપના મંત્રી અને બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખ નિર્મલભાઈ જારીયા, ટી. ડી. પટેલ, ઘનશ્યામસિંહ ઝાલા, સીરામીક એસોસીએશનના પ્રમુખ નીલેશભાઈ જેતપરીયા તેમજ બહારથી આવેલા વાલ્મિકી સમાજ આગેવાનો હાજર રહ્યા હતાં.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text