ટંકારામાં ત્રાટકેલો દીપડો દૂર ચાલ્યો ગયાની શક્યતા

- text


તેમ છતાં સાવચેતીના ભાગરૂપે હજુ રાત્રી પેટ્રોલીંગ ચાલુ રખાશે

ટંકારા : ગત ગુરૂવારની રાત્રીના 3 વાગ્યાના સુમારે હિસંક દિપડો ટંકારાના પાદરમાં આવેલ ભરવાડના વાડામા રાખેલા પાલતુ પશુઓને બહેરેમીથી ફાડી ખાધા પછી ફોરેસ્ટ વિભાગ હરકતમા આવ્યુ હતું અને જંગલી દિપડાને પકડવા માટે તખતો તૈયાર કર્યો હતો. પરંતુ શિકારી દિપડો પાછો એના રહેણાંક સ્થળે જંગલમાં જતો રહ્યો હોવાની શક્યતાએ વન વિભાગથી લઈ માલધારીઓ અને શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે. ઉનાળાની ગરમીમાં દીપડાના ડરે અગાસી છોડીને ઘરમાં સુવા મજબુર બનેલા નગરવાસીઓએ ફરી છત પર નિંદ્રા માણવાનું શરૂ કર્યું છે.

રવિવારે આખો દિવસ તંત્ર દ્વારા દિપડાનું પગેરૂ શોધવા પાંચ જેટલા ગાર્ડને કામે લગાડ્યા હતા. દિવસ અખાની જહેમત બાદ એવુ અનુમાન સેવાઇ રહ્યું છે કે દિપડો હવે ટંકારા વિસ્તારમા નથી. જોકે હજી પેટ્રોલીંગ કરી સુરક્ષા વ્યવસ્થા ચાલુ રાખવાની વાત મોરબી અપડેટને ટંકારા આરએફઓ જે. ટી. કુડારીયા એ કરી હતી.

જે માલધારીના ઘેંટા મોતને ભેટ્યા છે તે ધેટાના માલીકને વળતર ચૂકવવા માટેના કાગળો રાજકોટ મોકલવામાં આવ્યા છે. વળતર પાસ થઈ જતા પૈસા સીધા જ માલધારીના ખાતામાં જમા થઈ જશે એવું જાણવા મળી રહ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text