મીડિયા પર થયેલા હુમલાના દોષીઓ સામે પગલાં લેવા પ્રેસ કલબ ઓફ વાંકાનેરનું મુખ્યમંત્રીને આવેદન

- text


વાંકાનેર : તારીખ 12 મેને રવિવારે જૂનાગઢમાં થયેલા મીડિયા કર્મીઓ પરના હુમલા અને જામનગરમાં થયેલા પત્રકારના ઘર પર થયેલ હુમલા અને જાનથી મારી નાખવાની ધમકી બાબત વિરોધ તેમજ જવાબદારો સામે પગલાં લેવા પ્રેસ કલબ ઓફ વાંકાનેર દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરતા પ્રાંત અધિકારી મારફત આવેદન આપવામાં આવીને આવા બનાવોને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો છે.

જૂનાગઢ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે મંદિરની આંતરિક વ્યવસ્થાપન ચૂંટણી સંદર્ભે રિપોર્ટિંગ કરવા પહોંચેલા મીડિયા કર્મીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યાની ઘટનાથી સમગ્ર મીડિયા જગત આક્રોશમાં છે.
લોકશાહીના ચોથા અને મહત્વપૂર્ણ સ્તંભ ગણાતા મીડિયા પર કાયદાના રક્ષક એવા પોલીસ દ્વારા થયેલા આ હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢતા પ્રેસ કલબ ઓફ વાંકાનેરે આ બનાવમાં સંડોવાયેલા તમામ પોલીસ કર્મચારીઓ પર ખાતાકીય તેમજ અન્ય કાયદાકીય કાર્યવાહી સત્વરે કરવામાં આવે એવી માંગણી કરીને વધુમાં જણાવ્યું હતું કે આ બનાવમાં ખુદ પોલીસ ખાતું સંડોવાયેલું હોય ન્યાયિક અને નિષ્પક્ષ તપાસ થાય એ માટે અન્ય એજન્સીઓ મારફતે તુરંત તપાસ કાર્યવાહી કરવામાં આવે અને બનાવ માટે જવાબદાર કોઈ ચમરબંધીને છોડવામાં ન આવે.
ઉલ્લેખનીય છે કે આ નિંદનીય બનાવ બન્યાના થોડા દિવસો પહેલા જ જામનગર ખાતે પત્રકાર નથુભાઈ રામડાના ઘર પર પણ એક બુટલેગર દ્વારા હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બન્ને બનાવોમાં કસૂરવાર પર સખ્ત કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે.
પ્રેસ ક્લબ ઓફ વાંકાનેરના પ્રમુખ અયુબભાઈ માથકિયા, ઉપપ્રમુખ હરદેવસિંહ ઝાલા, ગનીભાઇ પટેલ, મયુર ઠાકોર, અર્જુનસિંહ વાળા, શાહરૂખ ચૌહાણ,તોફિક અમરેલીયા અને અમરભાઈ રાવલ હાજર રહેલ.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text